વન સંપત્તિના રક્ષણ માટે હવે કડક કાયદો અમલી બનાવાશે

દહેરાદૂનઃ વન સંપત્ત‌િના સંરક્ષણ અને સંવર્ધનમાં આમ જનતાની ઘટતી જતી ભાગીદારીથી ચિંત‌િત કેન્દ્રની માેદી સરકાર હવે કડક વન કાનૂનને વધુ સરળ અને વ્યવહારિક બનાવવાની કવાયતમાં વ્યસ્ત થઈ ગઈ છે. 

વન વિભાગના નિયમાે અને કાયદાને વધુ કડક બનાવવા કેન્દ્ર સરકાર સંશાેધન બિલ લાવવા વિચારણા કરી રહી છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાન પ્રકાશ જાવડેકરે તેને સમર્થન આપ્યું છે. ગઈ કાલે દહેરાદૂનમાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન અકાદમીના દીક્ષાંત સમારાેહ બાદ જાવડેકરે જણાવ્યું કે આમ જનતાની ભાગીદારી વિના વન અને જૈવિક વિવિધતાના સંરક્ષણની  હિલચાલને તેના પરિણામ સુધી પહાેેંચાડી શકાતી નથી. 

કડક કાયદાના કારણે જંગલ પ્રત્યે આમ જનતાના ઘટી રહેલા લગાવને ફરી સ્થાપિત  કરવાની ખાસ જરૂર છે. વન કાનૂનને વધુ સરળ અને વ્યવહાર‌િક બનાવવા માટે કેન્દ્ર સરકાર સંસદમાં સંશાેધન બિલ લાવશે. દીક્ષાંત પ્રવચનમાં પણ કેન્દ્રીય પ્રધાન જાવડેકરે તેના સ્પષ્ટ સંકેત આપી દીધા છે. 

આંધ્રપ્રદેશમાં ચંદનના સઘન વનક્ષેત્રનાે ઉલ્લેખ કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે લાલ ચંદન (રક્ત ચંદન)ના લાકડાની બજારમાં વધુ માગ છે. અમારી પાસે આંધ્ર પ્રદેશમાં લાલ ચંદનનું  કીમતી જંગલ તાે માેજૂદ છે, પરંતુ તેમાં રહેતા સ્થાનિક લાેકાે જ છેલ્લા ઘણા સમયથી ગરીબીમાં દિવસાે ગુજારી રહ્યા છે, જે યાેગ્ય ન ગણાય. આ પરવારાેની આજીવિકાને પણ જંગલ સાથે જ જાેડવી પડશે. 

પ્રધાન જાવડેકરના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ આ અંગે અનેક મહત્વના ઉપાયાે શાેધશે. છેલ્લાં કેટલાક સમયથી વન સંપત્ત‌િમાં થઈ રહેલાે ઘટાડાે આમ જનતા માટે ચિંતાજનક બાબત છે. તેથી સરકાર આ બાબતે આગામી દિવસાેમા નવ સંપત્ત‌િની જાળવણી અને તેમાં રહેતા સ્થાનિક લાેકાેને પૂરતી આજીવિકા મળી રહે તે દિશામાં ચાેેક્કસ નવા નિયમો અને વન સંપત્ત‌િના રક્ષણ અંગેના કડક કાનૂનને અમલી બનાવવાની દિશામાં વિચારણા કરી આગળ ધપી રહી છે. હાલ આ અંગે વિવિધ નિષ્ણાતાેના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. તે જાેતાં નજીકના દિવસાેમાં જ વન વિભાગને લગતા કાનૂનમાં સંશાેધન થાય તેવી શકયતા છે.

You might also like