વધુ ચાર રૂટની AMTS બસ BRTS કોરિડોરમાં દોડતી થઈ

અમદાવાદઃ એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા ગઇ કાલથી એએમટીએસના રૂટ નં.૧પ૧, ૧પ૩/૩, ૧૪૪/૧ ૧૪૬/૧ એમ કુલ ચાર રૂટ બસને બીઆરટીએસ કોરિડોરમાં થઇને દોડતી કરાઇ છે.

ઇસ્કોનથી વિવેકાનંદનગર રૂટ નંબર ૧પ૧ની ૧ર બસ, ગોધાવી ગામની રૂટ નં.૧પ૧/૩ની ૧૬ બસ, લાલદરવાજાથી માધવ હોમ્સની રૂટ નં.૧૪૪/૧ની છ બસ, રાણીપથી ચીનુભાઇનગરની રૂટ નં.૧૪૬/૧ની ૧ર બસ મળીને કુલ ૪૬ બસ હવે રાયપુર દરવાજાથી તિલકબાગ, શિવરંજનીથી ઇસ્કોન મંદિર, સારંગપુરથી ઓઢવ એસપી રિંગ રોડના બીઆરટીએસ કોરિડોરનો ઉપયોગ કરશે.

એએમટીએસના ડાયરેકટર ઓફ ટ્રાફિક જિતેન્દ્ર મહેતા કહે છે કે, “વધુ ચાર રૂટની કુલ ૪૬ બસ સહિત હવે  અગાઉના રૂટ નં.૩૩, ૭ર અને ૧૪રની ૩પ બસ સહિત હવે સાત રૂટની કુલ ૮૧ બસ વિભિન્ન બીઆરટીએસ કોરિડોર પર દોડતી થઇ છે.”

You might also like