વડોદરા એસ.ટી. ડેપોને બોમ્બથી ઉડાવી દેવા ધમકી

વડોદરા : ચોવીસ કલાક ચહલ પહલથી ધમધમતા વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ સેન્ટ્ર્લ બસ ટર્મીનલ (ડેપો)ના મેનેજરને ઉદ્દેશી લખાયેલા પત્રમાં ડેપોને બોંબથી ઉડાડી દેવાની ધમકી મળતાં શહેર પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

પોલીસ અધિકારીઓએ બોંબ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડનો ઉપયોગ કરીને સમગ્ર ડેપો સંકુલમાં સઘન તપાસ કરી હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં કંઇ પણ વાંધાજનક મળી આવ્યું ન હતું.

ડેપોને બોંબથી ઉડાવી દઇશું તેવો પત્ર બપોરે મળ્યો હતો. ડેપો મેનેજરને પત્ર મળ્યો હતો પણ તેમને પત્રમાં લખાયેલી ભાષા ખ્યાલમાં આવી હતી. પત્રમાં હિન્દી-અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરીને ડેપો બોંબથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત પશ્ચિમ એકસપ્રેસમાં પણ અમારો હ્યુમન બોંબ પસાર થઇ રહયો છે તેમ પણ પત્રમાં જણાવાયું હતું.

 

પત્ર વાંચતાની સાથે એસટી સત્તાધીશે પોલીસને ફોન કરતાં પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને બોંબ સ્કવોડ અને ડોગ સ્કવોડ સાથે તપાસ કરવામાં આવી હતી. જોકે સઘન તપાસ પછી પણ પોલીસને કંઇ પણ વાંધાજનક મળી આવ્યું ન હતું. આમ છતાં પોલીસે કોઇ ચાન્સ ના લેતાં મોડી રાત સુધી સમગ્ર ડેપો સંકુલમાં સઘન તપાસ યથાવત રાખી હતી. પત્રમાં પશ્ચિમ એકસપ્રેસનો પણ ઉલ્લેખ કરાયો હોવાથી પોલીસે રેલવે પોલીસને પણ તકેદારીના ભાગરૃપે જાણ કરી હતી.

You might also like