વડોદરામાં બનેલી ગુજરાતી ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ

અમદાવાદ: ગુજરાતી ફિલ્મો એક સપ્તાહથી વધારે ચાલતી નથી. ગુજરાતી ફિલ્મો વાહિયાત હોય છે તેવી ટીકા વચ્ચે વડોદરાના નિર્માતા જીતુ વાઘવાણીની ફિલ્મ જાનુ કેવી રીતે રહેશે મારા વિનાને ૨૦૧૪ ની બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા મળતા ગુજરાતી ફિલ્મોના નિર્માતાઓમાં ખુશીની લહેર વ્યાપી છે.

મુળભુત રીતે બિલ્ડર એવા જીતુ વાઘવાણી ગુજરાતી ફિલ્મો સાથે પણ જોડાયેલા છે. તેઓ કહે છે કે, આજના ગુજરાતી નિર્માતાઓએ સમયની સાથે રહી દર્શકોને ધ્યાને રાખી ફિલ્મો તૈયાર કરવી પડશે સમય બદલાયો છે. 

લોકોની પસંદગી પણ બદલાઈ છે. હવે દર્શકોની નાડ પારખવી પડશે. આવી ફિલ્મો બનશે તો જ ગુજરાતી ફિલ્મોનું અસ્તિત્વ ટકી રહેશે. જાનુ કેવી રીતે રહીશ મારા વિના આ ફિલ્મ જીંદગીનું મોટું સ્વપ્ન હતું તે પુરું થયું છે. આરાધના સિનેમામાં તે બુધવારે બપોરે દર્શાવાશે.

આ ઉપરાંત તેઓએ કહયું હતું કે, મારી ફિલ્મને તો એવોર્ડ અને સબસીડી બંને મળ્યા છે પણ રાજય સરકારે ગ્રેડ પ્રમાણે ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવી જોઈએ. અંદાજે રૂા. ૫૦ લાખમાં બની છે. આગામી દિવસોમાં એક હિંદી ફિલ્મ બનાવવાનું પણ મારું સ્વપ્ન છે. પરંતુ ગુજરાતી ફિલ્મો બનાવવાનું મારું કામ ચાલુ રહેશે.

You might also like