વડોદરાના ક્રિકેટપ્રેમી ભારત જીતે તો, મફત કચોરી વેંચવાની કરી જાહેરાત, જાણો – ક્યાં કેવો માહોલ

અમદાવાદ

ભારત પાકિસ્તાનની મેચ માટે અમદાવાદમાં ક્રેઝ ચરમસીમા પર છે. ખાસ કરીને યુવાનોમાં બોડી પેન્ડીંગનો ક્રેઝ છે, ભારતને ચીયરઅપ કરવા માટે અમદાવાદી યુવાનો બોડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ, ઇન્ડીયા, બેટ-બોલ વગેરે પેઇન્ટ કરાવી રહ્યા છે. અમદાવાદી યુવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે આજની મેચમાં ચોક્કસપણે ભારત જીતશે અને ભારતની જીતને વધાવી લેવા માટે અમદાવાદીઓએ ફટાકડાની ખરીદી પણ કરી લીધી છે.

ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ
અમદાવાદી યુવાનોએ કરાવ્યા ટેટૂ
યુવાનોએ ફટાકડાની કરી ખરીદી
જીતનો જશ્ન મનાવવાની કરી તૈયારી

ભારત પાકિસ્તાન વચ્ચે આજે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ રમાવા જઇ રહી છે ત્યારે આ મેચને ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક યુવાનોની એક ઇચ્છા છે કે જેમ ભારતના સૈનિકો સરહદ પર પાકિસ્તાનને હરાવી રહ્યા છે તેવી રીતે આજની મેચમાં પણ પાકિસ્તાનને હારનો સામનો કરવો પડશે,. સાથે જ યુવાનો એ જણાવ્યું કે આ મેચમાં યુવરાજસિંહનું પર્ફોમન્સ જોવા લાયક રહેશે,.

મુસ્લિમ ક્રિકેટ ચાહકો

ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં આજે ભારત અને પાકિસ્તાન ટકરાશે.10 વર્ષ બાદ આઇસીસીની કોઇ ટુનામેન્ટની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમ એકબીજા સામે ટકરાશે.ત્યારે અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓમાં કંઇક અલગ ઉત્સાહ જોવા મળ્યો હતો.જમાલપુરમાં ક્રિકેટપ્રેમીઓએ ઢોલ નગારા સાથે ભારતની ક્રિકેટ ટીમનું સમર્થન કર્યુ હતું.”આઇ લવ માઇ ઇન્ડીયા” સહિત ભારતની ટીમને સમર્થન કર્યુ હતું.રસ્તા પર આવી યુવાનોએ ભારતની ટીમને સમર્થન કર્યુ હતું. ક્રિકેટ પ્રેમીઓને વિશ્વાસ છે કે ભારત ચેમ્પિયન ટ્રોફી જીતીને પાકિસ્તાનને પરાજય કરશે. જેથી તમામ લોકો જીતની ઉજવણીની ધામધૂમથી તૈયારીઓમા લાગી ગયા છે..

વડોદરા

ભારત પાકિસ્તાન વચ્ચે આજે ચેમ્પીયન ટ્રોફીની ફાઇનલ મેચ રમાવાની છે.. જેને લઇને લોકોમાં એક અલગ પ્રકારનો માહોલ જોવા મળે છે .ત્યારે વડોદરામાં એક ક્રિકેટ પ્રેમી અને કચોરી વેંચતા વેપારીએ ભારત જીતે તો મફત કચોરી આપવાની જાહેરાત કરી છે. દીપકભાઈ સાયકલ પર ફ્રીમાં સ્વાદિષ્ટ કચોરી ખવડાવે છે. ખાસ રજાનાં દિવસે ક્રિકેટ રમતા સ્થળે જઇને કચોરી વેચીને પોતાનુ ગુજરાન ચલાવે છે.પોતાની સીમિત આવક હોવાં છતા ક્રિકેટનાં પ્રેમ ને કારણે ભારત જીતે તો મફત કચોરી આપવાની જાહેરાત કરી છે.

સુરત

10 વર્ષ બાદ આઇસીસીની ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમ એકબીજા સામે ટકરાશે. ત્યારે સુરતના ક્રિકેટ પ્રેમીઓમાં કંઇક અલગ નજારો જોવા મળ્યો હતો. ભારતની ટીમના સમર્થકો રસ્તા પર આવીને ડીજેના તાલે ઝુમી ઉઠયા હતા. ભારતની જીતને લઇને રોડ ઉપર ઘુમી રહ્યા હતા, અને યુવક યુવતીઓ ડીજેના તાલે ગરબા રમી રહ્યા હતા.

અમરેલી

આજે ભારત પાકિસ્તાન સાથે ચેમ્પીયન્સ ટ્રોફિમાં ટકરાશે. સમગ્ર દેશ ભારત જીતે તે માટે ઉત્સુક છે ત્યારે અમરેલીની એક ક્રિકેટ કલબના જુનિયર ક્રિકેટરોએ ક્રિકેટની કીટ પહેરી સાત કિલોમીટર દુર આવેલા કાળ ભૈરવ મંદિરે પગપાળા જઈ ભારતની જીત માટે પ્રાર્થના કરી હતી. મંદિર સુધી આ નન્હા ક્રિકેટરો ઈન્ડિયા ઈન્ડીયા અને કોહિલી કોહલીના નારા લગાવ્યા હતા. પોતાના કોચ સાથે નિકળેલા આ બાળ ક્રિકેટરો રસ્તામાં ઈન્ડિયા જીતે ગા અને કોહલિ કોહલીના નારા લગાવતા લોકોમાં પણ આકર્ષણ જગાવ્યું હતું.

ભારત અને પાકિસ્તાનની મેચમાં આજે ખરાખરીનો જંગ ખેલાશે. ભારત જીતશે તેવી સૌ કોઈ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.ત્યારે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી પણ પ્રાર્થના કરવામાં બાકાત રહ્યા નથી. અમરેલીમાં કૃષિમંત્રી વીવી વઘાસિયાએ પોતાના કાર્યકરો સાથે શિવજીના મંદિરમાં જઇને ભારત જીતે તેવી ભોળાનાથને પ્રાર્થના કરી હતી.ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા હાઇવોલ્ટેજ ડ્રામા રહી છે.દરેક ભારતીયો આ મેચ જોવા માટે ઉત્સુક હોય છે .ભારત આ મેચ જીતી જશે અને પાકિસ્તાનની હાર થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

ભારત પાકિસ્તાનની મેચને લઈને સમગ્ર દેશમાં રોમાંચનો માહોલ છે. ત્યારે ભારતીય ક્રિકેટર ઉમેશ યાદવના પરિવારજનોએ પણ ભારતીય ટીમ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉમેશ યાદવના પિતા, અને ભાઈ સહિત અન્ય પરિવારજનોએ પણ ભારતીય ટીમને જીત માટે શુભકામનાઓ પાઠવી હતી.

જેમ સરહદ પર સેનાના જવાનો પાકસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે તેમ વિરાટ સેના આજે મેદાન પર પાકિસ્તાનને કચડશે. આ આત્મવિશ્વાસ છે ભારત BSFના જવાનોને

તો, આ તરફ વારાણસીમાં ક્રિકેટ પ્રેમીઓએ ગંગા કિનારે પુજા કરી હતી. અને ભારતની જીત માટે પ્રાર્થના કરી હતી

ન માત્ર મેદાનમાં પરંતુ પાકિસ્તાન વિરૂદ્ધના દરેક જંગમાં ભારત જીતશે. આ નિવેદન આપ્યું છે યોગ ગુરૂ બાબા રામદેવે.

તો, રાયપુરમાં ક્રિકેટ પ્રેમીઓએ ભારતની જીત માટે હવન કર્યો હતો..,અને જીત માટે પ્રાર્થના કરી હતી. વિરાટ સેના પર ક્રિકેટ પ્રેમીઓએ વિશ્વાસ વ્ય~ત કર્યો છે.

તો, મેચને લઇને કાનપુરમાં મુસ્લિમ યુવકે ભારતના વિજય માટે દુઆ કરી છે.

આ તરફ વારાણસીમાં ક્રિકેટ પ્રેમીઓએ ગંગા કિનારે પુજા કરી હતી. અને ભારતની જીત માટે પ્રાર્થના કરી હતી. જેમ સરહદ પર સેનાના જવાનો પાકસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે તેમ વિરાટ સેના આજે મેદાન પર પાકિસ્તાનને કચડશે. આ આત્મવિશ્વાસ છે ભારત BSFના જવાનોનો.

ભારત પાકિસ્તાનની મેચને લઈને સેના પણ એલર્ટ થઈ ગઈ છે. મેચ દરમિયાન આતંકીઓ શ્રીનગર અને જમ્મુમાં આત્મઘાતી હુમલો કરી શકે છે તેવા ઈનપુટ મળ્યા છે. જેને લઈને સેનાના જવાનો અત્યારથીજ અલર્ટ થઈ ગયા છે અને બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે. સેનાના જવાનો મેચ દરમિયાન શ્રીનગરમાં આત્મઘાતી હુમલો થઈ શકે છે તેવા અહેવાલને પગલે સતર્ક થઈ ગયા છે. અને કોઈપણ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પેટ્રોશલગ પણ વધારી દીધું છે.

You might also like