વડા પ્રધાન માેદીની આજે ભાગલપુરમાં પરિવર્તન રેલી

પટણાઃ બિહારમાં મહાગઠબંધનની સ્વાભિમાન રેલી બાદ વડા પ્રધાન નરેન્દ્ર માેદીની આજે બપાેરે લગભગ દાેઢ વાગે ભાગલપુરમાં રેલી યાેજાશે. માેદીની બિહારમાં આ ચાેથી પરિવર્તન રેલી હશે. આ રેલી પર તમામ દેશવાસીઆેની મીટ મંડાયેલી છે.  આ રેલીમાં વડા પ્રધાન માેદી મહાગઠબંધનની ત્રિપુટી પર કેવાે વળતાે પ્રહાર કરે છે તેમાં સાૈને વધુ રસ છે.

પટણાની સ્વાભિમાન રેલીમાં સાેનિયા ગાંધી, નીતીશકુમાર અને લાલુ યાદવની ત્રિપુટીઅે માેદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેથી અેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે માેદી આ ત્રિપુટીઅે કરેલા આક્ષેપાેનાે જવાબ આપશે. સિલ્ક સિટીના નામથી આેળખાતા ભાગલપુરના હવાઈ મથકના મેદાનમાં રેલી યાેજાશે.

જેમાં પાંચ લાખ લાેકાે આવશે તેવાે દાવાે કરવામાં આવી રહ્યાે છે. રેલીને ચાર્જ શાહનવાજ હુસૈનને સાેંપવામાં આવ્યાે છે. સુરક્ષા માટે ૬૦૦૦ જવાનાેને તૈનાત કરાયા છે. માેદી દિલ્હીથી ખાસ વિમાનમાં પૂર્ણિયા પહાેંચશે. ત્યાંથી તેઆે ભાગલપુર જશે. રેલીના મંચ અને તેની સુરક્ષાની જવાબદારી સ્પેશિયલ પ્રાેટેકશન ગ્રૂપ (અેસપીજી)અે સંભાળી છે. 

રેલી બાદ સીટ વહેંચણીની ચર્ચાવડા પ્રધાન માેદીની રેલી બાદ બિહારમાં યાેજાનારી ચૂંટણીની સીટ ફાળવણી અંગે ચર્ચા થશે. અેક દિવસ પહેલાં પણ ભાજપના અધ્યક્ષ અમિત શાહના નિવાસે આ મુદે વાતચીત થઈ હતી. પરંતુ તેમાં કાેઈ નિર્ણય લઈ શકાયાે ન હતાે. આજે યાેજાનારી રેલીમાં અેનડીઅેના તમામ ટાેચના નેતા સામેલ થશે. જેઆે રેલી બાદ આગામી ચૂંટણી અંગે સીટાેની ફાળવણીના મુદે ચર્ચા કરશે.

You might also like