વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આ માટે જરૂરી છે ‘મનની વાત’

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રેડિયો પર મનની વાત કરી હતી. રેડિયો પર મનની વાતને આજે એક વર્ષ પૂરુ થયુ હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ. તેમણે કહ્યું કે મનની વાત હવે તમારા મનની વાત બની ગઇ છે. તેમણે કહ્યું કે લોકશાહીમાં જનશક્તિનું ઘણું મહત્વ છે, અને મને તેમાં સંપૂર્ણ વિશ્વાસ છે. મનની વાતમાં લોકો પોતાના સૂચનો મોકલે છે. પીએમ મોદીએ સેલ્ફી વિથ ડોટર કાર્યક્રમને સફળ ગણાવ્યો હતો. આ કાર્યક્રમમાં અગાઉ લોકો ખાદી ખરીદે તેવો આગ્રહ રજૂ કર્યો હતો જેના કારણે ગયા વર્ષે ખાદીના વેચાણમાં વધારો જોવા મળ્ય હતો. ગેસ સબસિડી અંગે કહ્યું કે અંદાજે 30 લાખ લોકોએ ગેસ સબિસિડી છોડી એ એક મોટી વાત છે. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જાણકારી નીચેથી ઉપર જવી જોઇએ અને માર્ગદર્શન ઉપરથી નીચે જવું જોઇએ. પીએમ મોદીએ મનની વાતમાં વ્યાપક પ્રભાવો અંગે ચર્ચા કરી હતી. મનની વાત આ વખતે એક નવો પ્રયોગ કરવાનું વિચાર્યું હતું. દેશવાસીઓને પ્રાર્થના કરી હતી કે તમે ફોન કરીને સવાલ અથવા તમારું સુચન જણાવો, હું મનની વાતમાં એ  સૂચન પર ચોક્કસ વિચાર કરીશ. મને ખુશી છે કે દેશમાંથી લગભગ પંચાવન હજારથી વધુ ફોન આવ્યા. 
 
You might also like