વડાપ્રધાન મોદીની તુલના મહાત્મા ગાંધી સાથે કરાઈ

નવી દિલ્હીઃ ભાજપ સાંસદ વિજય ગોયલે દિલ્હીમાં પોસ્ટર લગાવીને વડાપ્રધાન મોદીની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી છે. તેઓએ મોદીને ગાંધીની જેમ ‘સાબરમતીના સંત’ કહ્યા છે. ખરેખર, વિજય ગોયલે વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસને લઇને નવા પોસ્ટર લગાવ્યા છે. તેમાં લખ્યું છે કે ‘દેદી દુનિયા મેં પહચાન નઇ, ઊંચા કિયા ભાલ, સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ….’ મોદીનું પોસ્ટર એવા સમયે લગાવામાં આવ્યું જયારે તેઓનો જબરદસ્ત વિદેશ પ્રવાસ અને ઉપલબ્ધીઓને લઇને પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે. જો કે મહાત્મા ગાંધી સાથેની સરખામણી અને નવા પોસ્ટર અંગે રાજકીય ગરમાવો નક્કી જ છે.

You might also like