વડાપ્રધાનને મળે છે, રોજ ૩૦૦ પાનાં ભરીને સમાચાર

આજે જ્યારે દરેક સેકન્ડે હજારો અખબારો, સેંકડો ટીવી ચેનલો અને ત્રણસોથી વધુ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ સમાચારોનો વણથંભ્યો પ્રવાહ વહાવી રહ્યા છે ત્યારે દરેક સમાચાર પર નજર રાખવી મુશ્કેલ બનતું જાય છે. જોકે વડાપ્રધાન કાર્યાલયે તો દરેક સમાચાર પર નજર રાખવી જ પડે!

વડાપ્રધાન કાર્યાલય અનેક સૂત્રો અને એજન્સીઓ દ્વારા આ કામ કરાવતું રહે છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પછી દરેક સમાચાર પર નજર રાખવાની આ કામગીરીનું સ્વરૂપ જ બદલી દેવામાં આવ્યું છે. દિલ્હીના સૂત્રોના જણાવ્યા મુજબ આ કામનું આઉટસોર્સિંગ કરવામાં આવ્યું છે.

ગૂગલ, ફેસબૂક, યાહુ, ટ્વિટર વગેરે સાઈટ પર ખાસ એક માણસને અલગથી કામગીરી સોંપવામાં આવી છે. તેણે માત્ર ભારતને લગતા અને વડાપ્રધાનને લગતા દરેક સમાચાર જુદા તારવીને કોપી કરવાના હોય છે. ટીવી ચેનલો પર પણ આવી કામગીરી જરૂર સોંપાઈ હશે. આવી રીતે તારવવામાં આવેલા સમાચારોના ત્રણસો પાનાં રોજે રોજ વડાપ્રધાન કાર્યાલય પર પહોંચી જાય છે. ત્યાં આ સમાચાર કોઈના ભરોસે પડ્યા રહેતા નથી. સવારે વહેલા ઊઠીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમાચારો વાંચે છે, દરેક સમાચાર અંગે જરૂરી લાગે તેવાં સૂચનો આપે છે!

 

You might also like