વટવામાં હિટ એન્ડ રનઃ બેનાં મોત  

અમદાવાદઃ વટવા વિસ્તારમાં બનેલા હિટ એન્ડ રનના બે બનાવમાં બેનાં મોત થયાં હોવાનું જાણવા મળે છે. પોલીસે આ અંગે ગુના દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. અમરાઇવાડીમાં હાટકેશ્વર નજીક આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા બ્રિજેશકુમાર ઇશ્વરપ્રસાદ શર્મા બાઇક પર બપોરના ૧ર-૦૦ વાગ્યાના સુમારે નિકા ટ્યૂબ ચાર રસ્તા નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવેલ આઇશર ગાડીએ બાઇકને ટક્કર મારતાં બ્રિજેશકુમાર જમીન પર પટકાયા હતા અને તેમને ગંભીર હાલતમાં એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર મળતાં પહેલાં મોત થયું હતું. અકસ્માત સર્જી વાહનચાલક નાસી છૂટ્યો હતો. આ ઉપરાંત આ જ વિસ્તારમાં નારોલબ્રિજ નજીક આવેલ ક્રિષ્ના કોમ્પ્લેકસ પાસેથી ૪૦ વર્ષીય એક અજાણ્યો યુવાન ચાલતો પસાર થઇ રહ્યો હતો ત્યારે પાછળના ભાગેથી પૂરઝડપે આવેલી આઇશર ગાડીએ તેને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું પણ મોત નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
 
You might also like