લ્યો..ફોટોની જેમ ફેસબુક પરથી પૈસા પણ ટ્રાન્સફર કરો 

નવી દિલ્હી: હવે તમે ફેસબુક દ્વારા તમારા મિત્રો અને પરિજનોને ફોટો, સ્ટીકર અને મેસેજની સાથે સાથે પૈસા પણ મોકલી શકો છો. ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે લોકો સાથેના એક સંવાદ દરમિયાન આ વાતની જાણકારી આપી હતી. 

માર્ક ઝુકરબર્ગે એક સવાલનો જવાબ આપતા કહ્યું કે, અમે આ ફીચરને રોલ આઉટ કરવાની શરૂઆત કરી દીધી છે. તમે કોઇ પણને ફોટોઝ, સ્ટીકર અને વોઇસ નોટની જેમ પૈસા પણ મોકલી શકશો. અમે ટૂંક સમયમાં આ ફીચરને વ્યાપક પરિવર્તન સાથે રજૂ કરીશું અને હું આ બાબતને લઇને ખુબ જ ઉત્સાહીત છું.  

ફેસબુક પર આ સંવાદ શરૂ કરતાં પહેલાં માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર પોતાના ફોટોની સાથે લખ્યું હતું કે, આગામી એક કલાકમાં હું તમારા સવાલોનો જવાબ આપીશ. તમે જે ઇચ્છો તે પુછી શકો છો. આ પ્રથમ અવસર હતો જ્યારે માર્ક ઝુકરબર્ગ ફેસબુક દ્વારા લોકોને તેમના સવાલોના જવાબ આપ્યા હતા.  

You might also like