લો બોલો! ઈરાનની મહિલા ફૂટબોલ ટીમમાં આઠ પુરુષ ખેલાડી રમે છે

તેહરાનઃ શું તમે એ વાત પર વિશ્વાસ કરી શકો કે કોઈ મહિલા ટીમના ખેલાડી ખરેખર પુરુષ હોય? નહીં ને… પરંતુ આવું ઈરાનમાં બન્યું છે. ત્યાંની મહિલા ફૂટબોલ ટીમમાં રમી રહેલા આઠ ખેલાડી પુરુષ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ પુરુષ ખેલાડી લિંગ પરિવર્તન કરાવવાની રાહ જોઈ રહ્યા છે. ઈરાનના ફૂટબોલ એસોસિયેશન પર અનૈતિક કામ કરવાનો આરોપ લાગ્યો છે કે તેમણે જાણીજોઈને પોતાની મહિલા ટીમમાં આઠ પુરુષ ખેલાડીઓને સ્થાન આપ્યું છે. ઈરાની લીગ સાથે જોડાયેલા મોજતાબી શરીફીએ ઈરાનની એક ન્યૂઝ સાઇટને જણાવ્યું કે ઈરાનની મહિલા ટીમમાં આઠ પુરુષ ખેલાડી લિંગ પરિવર્તનનું ઓપરેશન કરાવ્યા વિના જ રમી રહ્યા છે.
જોકે હવે અધિકારીઓએ આદેશ આપ્યો છે કે આખી નેશનલ ટીમ અને ટોચના લીગ પ્લેયર્સનું લિંગ પરીક્ષણ કરાવવું. જોકે પુરુષ ખેલાડીઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં નથી. વર્ષ ૨૦૧૪માં એવું જાણવા મળ્યું હતું કે ટીમમાં રમી રહેલા ચાર ખેલાડી પુરુષ છે. ત્યાર બાદ દેશની ફૂટબોલ ગવર્નિંગ બોડીએ ખેલાડીઓનાં લિંગ પરીક્ષણની તપાસનો આદેશ આપ્યો હતો. એ સમયે એવું જણાવવામાં આવ્યું હતું કે ખેલાડીઓએ લિંગ પરિવર્તન ઓપરેશન પૂરું નથી કરાવ્યું કે પછી તેઓ સેક્સ્યુઅલ ડેવલપમેન્ટ ડિસઓર્ડર સામે ઝઝૂમી રહ્યા છે. વર્ષ ૨૦૧૦માં પણ ટીમના ગોલકીપરની જાતિ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
You might also like