લોહીનું ફક્ત એક જ બુંદ કહી અાપશે તમારી ઉંમર

બ્રિટનના વૈજ્ઞાનિકોએ એક નવી ટેસ્ટ શોધી છે જેમાં કોઈ વ્યક્તિની વાસ્તવિક શારીરિક ઉંમરનો અંદાજ લગાવી શકાય એમ છે. લંડનની કિંગ જ્યોર્જ કોલેજના સંશોધકોની એક ટીમનું કહેવું છે કે વ્યક્તિનાં હાડકાં કે દાંતની તપાસથી જે ઉંમરનો અંદાજ મળે છે એના કરતાં વધુ સચોટ અંદાજ લોહીના પરીક્ષણથી મળે છે. લોહીમાં રહેલા ખાસ પ્રકારના પ્રોટીનની હાજરી પરથી વ્યક્તિની શારીરિક ઉંમરનો લગભગ ચોક્કસ કહી શકાય એવો અંદાજ અાપતી ટેસ્ટ લંડનના રિસર્ચરોએ શોધી છે.

You might also like