લોન્ચનાં બે અઠવાડીયા બાદ જ સસ્તો થયો યૂરેકા પ્લસ

નવી દિલ્હી : માઇક્રોમેક્સનાં યૂ ટેલિવેન્ચર બ્રાન્ડે યૂરેકા પ્લસનાં ભાવમાં ફરી એકવાર ઘટાડો કરી દીધો છે. લોન્ચીંગનાં સમયે ફોનની કિંમત 9999 રૂપિયા હતી. જે હવે કંપનીએ 1000 ઘટાડીને 8999 કરી દીધી છે. કંપનીએ સોમવારે ટ્વિટર અને ફેસબુક પેજ દ્વારા યુઝર્સને આ ખુશ ખબર આપ્યા હતા.

એમઝોન પર પણ આ ફોનની નવી જ કિંમત જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે યૂનાં ફોન્સ એમઝોન પર એક્સક્લૂઝિવલી મળે છે. યૂરેકા પ્લસને લોન્ચ થયે હજી 2 અઠવાડીયા જેટલો જ સમય થયો છે ત્યા કંપનીએ 1000 રૂપિયા જેટલો ઘટાડો કર્યો છે. 

નિષ્ણાંતોનાં મંતવ્ય અનુસાર આ પગલું કંપની દ્વારા એટલા માટે ભરવામાં આવ્યું છે, કારણ કે લેનોવો K3 નોટ અને હાલમાં જ લોન્ચ થયેલ મોટોરોલા મોટોજી (જેન-3)ની સામે ફોનની સ્થિતી મજબુત બને. કંપનીએ અગાઉ ફોનની કિંમતમાં ઘટાડાનું ટીઝ પણ સોશ્યલ સાઇઠ્સ પર મુક્યું હતું ને કન્ફર્મ કર્યું હતું કે સોમવારે ફોનની નવી કિંમત બહાર પડશે.

આ ફોનનો આગામી ફ્લેશ સેલ એમજોન પર ગુરૂવારે યોજાશે અને તે માટે મંગળવારે મોડી રાત્રે જ રજિસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓનલાઇન ખરીદીનાં બજારમાં ખુબ જ ઉછાળો જોવા મળી રહ્યો છે. 

You might also like