લોકોએ મારી કદર મારા પર્ફોર્મન્સના આધારે જ કરવી જોઇએઃ કલાર્ક

સિડની: ઓસ્ટ્રેલિયન ન્યૂઝપેપરમાં પોતાની કોલમમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માઇકલ કલાર્કે સ્પષ્ટતા કરી છે કે રમતને છોડવાનો તેનો કોઇ ઇરાદો નથી. કલાર્કે લખ્યું છે કે લોકો એવી વાતો કરે છે કે આ સિરીઝ બાદ હું નિવૃત્તિ લઇશ, પરંતુ તેઓ મને નથી ઓળખતા. વન-ડે ક્રિકેટમાંથી મારી નિવૃત્તિ પાછળનું સૌથી મોટું કારણ એ જ હતં કે હું મારી ટેસ્ટ-કરીઅરને લંબાવવા માંગતો હતો. લોકો મારા પ્રદર્શનને જરૂર વખોડી શકે છે. પરંતુ તેમને મારી ઇચ્છાઓ અને આકાંક્ષાઓની ટીકા કરવાનો કોઇ અધિકાર નથી. આજે પણ હું ટ્રેઇનિંગમાં સૌથી પહેલો આવું છું અને છેલ્લે જાઉં છું. હું નિવૃત્તિ લેવા નથી માંગતો. ક્રિસ રોજર્સે પોતાની બીજી ટેસ્ટ રમવા માટે ૩૫ વર્ષ સુધી રાહ જોઇ. હું તો માત્ર ૩૪ વર્ષનો છું. લોકોએ મારી કદમ મારા પર્ફોમન્સના આધારે જ કરવી જોઇએ.ઓસ્ટ્રેલિયન મિડિયાના જણાવ્યા પ્રમાણે જો ટ્રેન્ટ બ્રિજમાં થનારી ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ કલાર્ક બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યો તો તેની કરીઅરનો અંત નજીક છે. ત્રીજી એશિઝ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં તેણે અનુક્રમે ૧૦ અને ત્રણ રન કર્યા હતા. સમગ્ર સિરીઝની છ ઇનિંગ્સમાં તેણે કુલ ૯૬ રન કર્યા છે. એથી તેની એવરેજ ૧૯ કરતા પણ ઓછી છે. પાંચ ટેસ્ટની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા ૧-૨થી પાછળ છે. જો તે સારુ ન રમ્યો તો તેણે કેપ્ટન્સી છોડવી પડશે અથવા તો રિટાયર થવું પડશે. ૩૪ વર્ષના કલાર્કે પોતે પણ કબૂલ કર્યું છે કે ઓસ્ટ્રેલિયા અત્યારે ૧૦૦ ખેલાડીઓ સાથે રમે છે. જો તે ગુરૃવારથી શરૃ થનારી ચોથી ટેસ્ટમાં પણ સારી બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યો તો તેની કરીઅરનો અંત આવશે. અન્ય તમામ લોકોની જેમ કલાર્કને પણ ખબર છે કે તેની કરીઅરનો અંત નજીક છે. પરંતુ તે પણ અન્ય મહાન ખેલાડીઓની જેમ ટોચ પર રહીને રિટાયર થવા માંગે છે. તેના ખરાબ ફોર્મ છતાં સિલેક્ટરો તેને કદાચ ટીમમાં રાખશે એવું બની શકે કે ઓક્ટોબરમાં થનારી બંગલાદેશ સામેની ટેસ્ટ સિરીઝ તેની આખરી સિરિઝ હોય. વર્તમાન એશિઝ સિરીઝની છ ઇનિંગોમાં માત્ર ૯૬ રન બનાવી શકેલ કલાર્કે કહ્યું મારી અંદર રનની ભૂખ ઓછી થઇ નથી. મારા પ્રદર્શનને જોઇ મારી ટીકા થઇ શકે છે પરંતુ મારી રમત પર ખોટા પ્રશ્નો ઉઠાવવા ન જોઇએ. હું આજે પણ પ્રેક્ટિસમાં સૌથી પહેલો ઉતરું છું.
 

You might also like