લોકેશનાં શતક બાદ ભારત મજબુત સ્થિતીમાં

કોલંબો : શ્રીલંકાની વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચનાં પહેલો દિવસ પુરો થતા સુધી ભારતે છ વિકેટ ગુમાવી દીધી હતી અને 319 રન ફટકાર્યા હતા. અંતિમ વિકેટ રોહિત શર્માનાં રૂપમાં  પડી હતી. જેને એન્જેલો મેથ્યુઝે એલબીડબલ્યુ જાહેર કર્યોહ તો. ભારતની તરફથી લોકેશ રાહુલે 108 રનનું યોગદાન આફ્યું હતું. ત્યારે કેપ્ટન વિરાટ કોહલીએ 78 રન અને રોહિત શર્માએ 79 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકાની તરફથી ધમ્મિકા પ્રસાદ અને રંગનાહેરાથે બે – બે વિકેટ ઝડપી હતી. ત્યારે એન્જેલા મેથ્યુઝ અને દશમંથા ચમીરાને એક એક વિકેટ મળી હતી. 

તે અગાઉ કોલબોનાં પી.સારા ઓવલ મેદાન પર રમવામાં આવી રહેલ મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટોસ જીતીને બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમની ઓપનિંગ જોડી મુરલી વિજય અને લોકેશ રાહુલ ઉતર્યા હતા. પહેલી જ ઓવરમાં મુરલી વિજય ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં પરત ફર્યો હતો. ત્યાર બાદ આંજિક્ય રહાણે પણ ક્રિજ પર થોડો સમય જ ટકી શક્યો હતો અને ચાર રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. એક તબક્કે એવી સ્થિતી આવી કે 5 ઓવરમાં ટીમનાં માત્ર 12 રન ગુમાવીને 2 વિકેટ ગુમાવી દીધી હતી. બંન્ને વિકેટો શ્રીલંકાએ બોલર ધમ્મિકા પ્રસાદે લીધી હતી. 

ત્યાર બાદ રમવા માટે આવેલ કેપ્ટન વિરાટ કોહલીએ લોકેશ રાહુલની સાથે મળીને ટીમને મજબુત કરી હતી. કોહલી અને લોકોશે ત્રીજી વિકેટે 154 રનની ભાગીદારી નોંધાવી હતી. કોહલી 78 રન બનાવીને રંગના હેરાથનાં બોલમાં મેથ્યુઝને કેચ આપી બેઠો હતો. કોહલીએ 107 બોલ રમ્યો હતો જેમાં 7 ચોક્કા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ જ્યારે ટીમ 231નાં સ્કોર પર હતી ત્યારે લોકેશ રાહુલ 108 રન બનાવીને ચમીરાનાં બોલમાં ચાંડીમલને કેચ આપી બેઠો હતો. રાહુલે પોતાની કેરિયરનું બીજુ શતક ફટકાર્યું હતું. 

ભારતની પાંચમી વિકેટ સ્ટુઅર્ટ બિન્નીનાં રૂપમાંલાગી હતી. બિન્ને મોટો શોટ રમવાની લાલચમાં 10 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. તે હેરાથનાં બોલમાં ચમીરાને કેચ આપી બેઠો હતો. ત્યાર બાદ રોહિત શર્મા અને સાહાએ ટીમને આગળ વધારી હતી. રોહિત શર્માં 79 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. 

You might also like