લેપટોપ અને ટીવી દેવાનાં મુદ્દે સુશીલ મોદી પર કેસ દાખલ

ભભુઆ : બિહારનાં પુર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદી પર આદર્શ ચૂંટણી આચાર સંહિતા ઉલ્લંઘનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. મોદી અને કેન્દ્રીય સ્વચ્છતા અને જળ સંસાધન મંત્રી રામ કૃપાલ યાદવ પણ ભભુઆનાં સભ્ય ભૂષણ પાંડેયનાં સમર્થન માટે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ચૂંટણી સભામાં રાજ્ય સભામાં તેમની સરકાર બનશે તો એસસી એસટી વિદ્યાર્થીઓને લેપટોપ આપવાની જાહેરાત કરી હતી. 

પોલીસનાં અનુસાર આ જાહેરાતને જિલ્લા કલેક્ટર દ્વારા આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન માન્યું છે. તેનાં હેઠળ ભભુઆ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ મોદીની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે કેસ દાખલ થયા બાદ સુશીલ મોદીએ આ કેસને પડકાર્યો છે અને સંપુર્ણ કિસ્સો ચૂંટણી પંચને સોંપી દેવા માટેની માંગ કરી છે. તેમણે કહ્યું કે મે સભામાં કહ્યું હતું કે અમારી સરકાર આવશે તે 50 હજાર વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવશે. તે ઉપરાંત કલર ટીવી અને સાડી તથા ધોતી પણ આપવામાં આવશે. આ પાર્ટીની દ્રષ્ટિ લોકોની સામે મુકવાની બાબત છે અને તેમાં કાંઇ પણ ખોટુ નથી. 

સુશીલે કહ્યું કે તમામ પાર્ટીઓ ચૂંટણી બાદ પોતે જે કામ કરશે તેવી બાબતો જનતાની સામે મુકવામાં આવતી જ હોય છે. તેમાં ખોટુ શું છે ? અત્રે ઉલ્લેખનીય છે કે બિહારમાં 243 વિધાનસભા ચૂંટણીઓ માટે 12 ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી પાંચ ચરણોમાં ચૂંટણી યોજાનાર છે. 

You might also like