લિફટમાં વૃદ્ધનો પરિણીતાને બાથમાં લઈ કિસ કરવા પ્રયત્ન

અમદાવાદઃ શહેરમાં દિન પ્રતિદિન યુવતીઓ અને મહિલાઓ અસુરક્ષિત બનતી જાય છે. મહિલાઓને રસ્તે જતા અથવા એકલી જોઈ યુવાનો તેમની છેડતી કરતા હોય છે પરંતુ હવે યુવાનો નહીં વૃદ્ધો પણ આમાંથી બાકાત રહ્યા નથી. વટવા વિસ્તારમાં આવેલા સમર્પણ ફલેટમાં લિફ્ટમાં એકલતાનો લાભ લઈ ૬૨ વર્ષીય વૃદ્ધે પરિણીતાને બાથમાં લઈ તેની છેડતી કરી હતી. આ અંગે વટવા પોલીસે આરોપી વૃદ્ધની ધકપકડ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વટવા વિસ્તારમાં આવેલા સમર્પણ ફલેટમાં ત્રીસ વર્ષીય પરિણીતા પોતાના પરિવાર સાથે રહે છે. ગઈકાલે સવારે પરિણીતા કપડાં ધોવાનો પાઉડર લઈ લિફ્ટમાં જઈ રહી હતી ત્યારે તે જ ફલેટમાં રહેતા પ્રફુલચંદ રાયચંદ ભાવસાર (ઉ.વ.૬૨) તેની સાથે લિફ્ટમાં હતા અને અચાનક તેઓએ પરિણીતાને બાથમાં ભીડી અને કિસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી પરિણીતાએ એકદમ ગભરાઈ ગઈ હતી. મહિલાએ આ અંગે તેના પતિને જાણ કરતાં આ અંગે મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી વૃદ્ધની ધરપકડ કરી હતી.

You might also like