લાવાનો નવો વિન્ડોઝ ફોન જોલો વિન Q1000 બજારમાં લોંચ

નવી દિલ્હી: બજેટમાં સ્માર્ટ વિન્ડો ફોન જેને વસાવવાનો શોખ હોય તેમના માટે ખુશ ખબર છે. ભારતની સ્માર્ટફોન કંપની લાવાએ તેના જોલો પોર્ટફોલીયોમાં એક નવો વિન્ડોઝ સ્માર્ટ ફોન જોલો વિન Q1000નો ઉમેરો કર્યો છે. 
 
આ ફોનની વિશેષતા એ છે કે તેમાં 5 ઇંચ HD સ્ક્રીન છે જેનું રીઝોલ્યુશન 720X 1280 પિક્સેલ છે. આ ફોનમાં OGS ટેકનોલોજીવાળો IPS ડિસ્પ્લે છે. આ ઉપરાંત ફોનમાં 1.2 ગીગાહર્ટઝ પર ક્લોક્ડ કવાડ -કોર ક્વાલ્કોમ સ્નેપડ્રેગન 200 પ્રોસેસર છે.
 
ફોનમાં ગ્રાહકોને સારો ફાયદો મળી રહે તે માટે એક જીબી રેમ, 8 જીબી સ્ટોરેજ અને માઈક્રો એસડી કાર્ડ સ્લોટની સગવડ આપવામાં આવેલ છે. જોલો વિન Q1000માં 8 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા અને LED ફ્લેશ છે. ઉપરાંત 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા પણ છે. ફોનના વધુ ફીચરોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. 
 
(1) બ્લ્યુ ટુથ 4.0
(2) વાઈફાઈ
(3) 3જી અને જીપીએસ કનેકટીવીટી ઓપ્શન 
(4) ફોનમાં 2100MAH બેટરી 
(5) કંપનીના દાવા મુજબ આ ફોન 3જી પર 12 કલાકનો ટોકટાઈમ  અને 500 કલાકનો સ્ટેન્ડબાય ટાઈમ આપે છે. 
 
 

You might also like