લાળથી સ્વાસ્થ્યની ચકાસણી કરશે માઉથગાર્ડ

ઈજનેરોએ એવું માઉથગાર્ડ વિકસાવ્યું છે જે યુરિક એસિડ, લેક્ટિક એસિડ અને કોર્ટિસોલ (તણાવ હોર્મોન) જેવા હેલ્થ માર્કરનું લાળના પ્રમાણ પર નિયંત્રણ કરીને એના સિગ્નલ સ્માર્ટફોન, ટેપટોપ કે ટેબ્લેટમાં અાપે છે. અા ડિવાઈસની બાયોમાર્કર પર પકડ રાખવાની ક્ષમતાને લીધે એ ઘણાં બાયોમેડિકલ અને ફિટનેસ સાધનોમાં ફાયદાકારક માનવામાં અાવી રહ્યું છે.

ઈજનેરોએ યુરિક એસિડ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું, કારણ કે એ ડાયાબિટીસથી લઈને ગાઉટ જેવા રોગો સાથે સંકળાયેલું છે. હાલમાં યુરિક એસિડની જાણકારી મેળવવા લોહીની તપાસ કરવી પડે છે. અા ડિવાઈસનું પરીક્ષણ કરવા માટે તેઓએ હાઈપરયુરિસેમિયાથી પીડાતા દરદીની લાળ લીધી હતી. અા પરિસ્થિતિમાં દરદીના લોહીમાં યુરિક એસિડનું તીવ્ર પ્રમાણ હોય છે. 

You might also like