લાલબહાદુર શાસ્ત્રીના મોતની ફાઈલો જાહેર કરવા પુત્ર અનિલની માગણી

નવી દિલ્હીઃ નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુ અંગેની ૬૪ ફાઈલો જાહેર થયા બાદ હવે દેશના પૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનાં પરિવારજનોએ તેમના મોત સાથે સંકળાયેલી ફાઈલો જાહેર કરવાની માગણી કરી છે.

પૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના પુત્ર અનિલ શાસ્ત્રીએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શક્ય છે કે તેમના પિતા લાલબહાદુર શાસ્ત્રીની પણ હત્યા કરવામાં આવી હોય.

અનિલ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે જ્યારે તેમના પિતાનો મૃતદેહ ભારત લાવવામાં આવ્યો હતો ત્યારે તેમનો મૃતદેહ કાળો પડી ગયો હતો અને તેમના માથા પર સફેદ નિશાન હતાં. 

અનિલ શાસ્ત્રીનું કહેવું છે કે શક્ય છે કે તેમની પણ હત્યા કરવામાં આવી હોઈ શકે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેમની માતાએ પાલમ એરપોર્ટ પર લાલબહાદુર શાસ્ત્રીના મૃતદેહને જોયો હતો ત્યારે તેમણે આ બાબતે શંકા વ્યક્ત કરી હતી, પરંતુ સરકારે તેને ગંભીરતાથી લીધી ન હતી, એટલું જ નહીં અનિલ શાસ્ત્રીએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે લાલબહાદુર શાસ્ત્રીના રહસ્યમય મોત પર એટલા માટે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે રાજનારાયણ કમિશન સમક્ષ હાજર થતાં પહેલાં ડોક્ટર ચુગનું પરિવાર સાથે એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

You might also like