લાંબા ગાળાના ફેમિલી પ્લાનિંગ માટે સિંગલ ઈન્જેક્શન શોધાયું

કાયમી ધોરણે ગર્ભનિરોધ કરવું હોય તો હાલમાં સર્જિકલ ઓપ્શન્સ જ છે. જોકે હવે રિસર્ચરોએ એવું ઈન્જેક્શન શોધ્યું છે જે લાંબા સમય સુધી ગર્ભધારણ અવરોધીને લોન્ગ ટર્મ ફેમિલી પ્લાનિંગમાં મદદ કરી શકે છે. અમેરિકાની કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના રિસર્ચરોએ લેબોરેટરીમાં ખાસ પ્રકારના વાઈરસ દ્વારા પેદા થતાં હોર્મોન્સની મદદથી ઉંદરોમાં રીપ્રોડક્ટિવ ક્ષમતા ઘટાડી દીધી છે.

અા ખાસ પ્રકારનું હોર્મોન પ્રજનનક્ષમતા રોકી દે એવાં પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળતાં બે હોર્મોન્સનો સ્ત્રાવ વધારે છે. એનાથી સ્ત્રી અને પુરુષ બંનેની ફર્ટિલિટી લાંબા સમય માટે અવરોધાય છે. અલબત્ત, અા હોર્મોન્સના ઈન્જેક્શનથી ગર્ભનિરોધની અસર થોડાક મહિનાઓ સુધી જ અસરકારક રહે છે. કાયમી નસબંધી કરીને ગર્ભનિરોધ સર્જરી કરાવવા જેવી એ પછીની રિવર્સ સર્જરીના ચાન્સિસ ઘટી જાય છે, પણ અા ઈન્જેક્શન લીધા પછી જો પ્રગ્નન્સી ધારણ કરવી હોય તો સરળતાથી શક્ય બની શકે છે. 

You might also like