લલિત મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસની પ્રક્રિયા શરૂ

નવી દિલ્હી : મની લોન્ડ્રિંગ મુદ્દે ફસાયેલ આઇપીએલનાં પૂર્વ કમિશ્નર લલિત મોદીને રેડ કોર્નર નોટિસ ફટકારવા માટેની તૈયારીઓ ભારત સરકાર દ્વારા ચાલુ કરી દેવાઇ છે. આ અંગે સીબીઆઇએ ઇન્ટરપોલને તમામ દસ્તાવેજ ગુરૂવારે મોકલી આપ્યા હતા. 

અગાઉ ઇડીએ પણ લલિત મોદીની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ બહાર પાડવા માટેનો અનુરોધ કર્યો હતો. આ નોટિસ કોઇ અપરાધિક મુદ્દે તપાસમાં પત્યાર્પણ અથવા તેનાં માટે જરૂરી વ્યક્તિની ભાળ મેળવવા અને તેની ધરપકડ કરવા માટે બહાર પાડવામાં આવે છે. રેડ કોર્નટર નોટિસ બહાર પડ્યા બાદ ઇન્ટરપોલ તે વ્યક્તિને દુનિયાનાં કોઇ પણ ખુણામાંથી પકડવા માટેનાં પ્રયાસો હાથ ધરે છે. અને જો તે દેશ સાથે ભારતની પ્રત્યાર્પણ સંધી પહેલાથી જ હોય તે તેનાં પ્રત્યાર્પણ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. 

લલિત દ્વારા સમનનો જવાબ નહી આપવામાં આવતા ઇડીએ ગત્ત મહીને મુંબઇની ખાસ પીએમએલએ કોર્ટમાં અરજી દાખલ કરીને લલિતની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડવાની અપીલ કરી હતી. 

You might also like