લલિત મોદીના સિંગાપુરના બે ખાતા ઇડીએ સીલ કર્યા

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રને સદંતર ઠપ્પ રાખનાર લલિત મોદી પ્રકરણમાં ઈ. ડી. સક્રિય બન્યું છે. લલિત મુદ્દે મળતી જાણકારી મુજબ ઈ. ડી. દ્વારા તેના સિંગાપુર ખાતેના બે એકાઉન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે. ત્યારે સંભાવના એવી પણ દર્શાવાઈ રહી છે કે આ સપ્તાહમાં લલિત મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર થઈ શકે છે.

લલિત મોદી મામલે સંસદમાં થયેલા હોબાળાના કારણે ચોમાસુ સત્રમાં કોઈ કામગીરી થઈ શકી નહોતી, પરંતુ હવે ઈ. ડી.એ લલિત મોદી મામલે ચાલતી કાયદાકીય પ્રક્રિયાને વેગવંતી બનાવી છે.

જેની શરૃઆતમાં ઈ. ડી. દ્વારા લલિત મોદીના સિંગાપુરના બે ખાતા સીલ કરી દેવામાં આવ્યા છે. ખાતાની રકમ ભારત પરત મોકલવાની અરજી સરકાર તરફથી થઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું. ઈ. ડી.ના સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે કાયદાકિય પ્રક્રિયા પૂર્ણ કરી લીધા બાદ આ રકમ ભારત પરત મોકલવા અંગે નિર્ણય લેવાશે.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં લલિત મોદી માટે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી દેવામાં આવે તેવી પણ સંભાવના છે.

You might also like