લધુમતી સમુદાય નીતીશ-લાલુની જાગીર નથી : શાહનવાઝ

પટના : ભાજપનાં પ્રવક્તા શાહનવાજ હુસૈને કહ્યું કે રાજ્યની લધુમતી જનતા લાલૂ અને નીતીશની જાગીર નથી. જેને તે જ્યારે ઇચ્છે ત્યારે પોતાનાં નીહિત સ્વાર્થ માટે ઉપયોગમાં લાવી શકે. આજે તમામ લધુમતી સમુહ વિકાસ એટલે કે ભાજપની સાથે છે. હવે તેઓ કોઇ પણ જાતીવાદીય સમીકરણોમાં આવવાનાં નથી. હવે તેઓ માત્ર વિકાસ ઇચ્છે છે. 

ચૂંટણીની તૈયારીઓ અંગે પટના ગયેલા શાહનવાજે પટના એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રી નીતીશ કુમાર પર કડક વલણ અખત્યાર કરતા તેમણે કહ્યું કે નીતીશ ઇમાનદારીથી જનતાને પોતાનાં કામનો હિસાબ આપે. તે ગણત્રી કરીને જણાવે કે તેનાં શાસનકાળમાં ક્યા એવા પાંચ કામ થયા જેનાં કારણે જનતા તેને ફરી એકવખત તક આપે.

શાહનવાજે આરોપ લગાવ્યો કે રાજ્યમાં વિકાસનું કોઇ જ કામ થયું નથી. બિહારનાં યુવાનો રોજગારી માટે પોતાનું ગામ કે શહેર તો ઠીક રાજ્ય છોડીને બહાર જઇ રહ્યા છે. રાજ્યની હોસ્પિટલમાં પણ કોઇ સુવિધા નથી.નીતીશ કુમાર કયા આધાર પર લોકોની પાસે મત્ત માંગવા જશે ? જનતા આ વખતે નીતીશ સરકારને નકારી દેશે. નીતીશ કુમાર દરેક પ્રકારે નિષ્ફળ સાબિત થઇ છે. આખરે આ ક્યાં સુધી ચાલશે? 

નીતીશે કહ્યું કે આજે જનતા માત્ર ભાજપને જ ઇચ્છે છે. ભાજપનાં રાજમાં લોકો માટે કામ થાય છે. ભાજપ સરકાર જનતા અને તેમનાં વિકાસ માટે કામ કરે છે. રાજ્યનો વિકાસ ભાજપનો મુખ્ય મુદ્દો છે. આ મુદ્દે ભાજપ લોકોની વચ્ચે જશે. નહી કે જાતીવાદી ઝેર ઓકીને લોકોને ભડકાવવાનો પ્રયાસ કરે. 

You might also like