લગ્ન મામલે મેં હમણાં કંઇ નથી વિચાર્યું: કેટરિના 

ફેંટમ ફિલ્મના શૂટિંગ દરમિયાન કેટરિના કેફ ખુબ જ પરેશાન હતી. મળેલી જાણકારી અનુસાર તે રણબીર સાથેના પોતાના સંબંધોમાં પ્રતિબદ્ધતા ઇચ્છતી હતી. જોકે તેનો પ્રેમી રણબીર કપૂર તૈયાર આ માટે નહોતો. બંને એક સાથે ઘરમાં શિફ્ટ થયા અને લિવ ઇનમાં રહેતા હતા. પરંતુ રણબીરના આ નિર્ણયથી રિશી કપૂર ખુબ જ નારાજ થયા હતા. આ વાતને કારણે પિતા-પુત્રના સંબંધમાં તિરાડ પણ આવી ગઈ હતી. 

તે સમયે તો કેટરિનાએ આ વાત માનવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. પરંતુ હવે આ વાત માની લીધી છે. કેટરિનાએ કહ્યું, ફેંટમ ફિલ્મમાં મારે અને સૈફના પાત્રએ ભાવનાત્મક રીતે થોડુક ડિસ્ટર્બ દેખાવાનું હતું. શૂટિંગ દરમિયાન હું થોડાક ફેમિલિ પ્રોબલમમાં હતી જેની સ્ક્રીન પર સારી અસર પડી. આ ફિલ્મમાં હું એકદમ ફિલ્મની માગને અનુસાર જોવા મળી. 

આ સિવાય એક કેટે તે વાત પણ સ્પષ્ટ કરી દીધી કે તે રાણી મુખરજી અને આદિત્ય ચોપરાની જેમ ચુપચાપ લગ્ન નહીં કરી લે. પરંતુ રણબીર સાથેની એંગેજમેન્ટ દરમિયાન મોટી ઇવેન્ટ હોસ્ટ કરવામાં આવી. 

You might also like