લગ્ન બાદની પહેલી સેલ્ફી શાહિદે કરી પોસ્ટ

નવી દિલ્હી : શાહિદ કપૂર અને મીરા રાજપૂત હવે અધિકારીક રીતે પતિ પત્ની બની ગયા છે. હવે શાહિદ કપૂરનાં સાચા ‘વિવાહ’ થઇ ચુક્યા છે. બંન્નેનાં લગ્ન બાદની કેટલીક તસ્વીરો પણ સામે આવી ચુકી છે. જો કે હવે ખુદ શાહિદ કપૂરે જ પોતાની એક ખુબ જ સુંદર સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. સેલ્ફીમાં કપલ ખુબ જ સુંદર દેખાઇ રહ્યું છે. લગ્ન બાદની આ પહેલી સેલ્ફી છે. 

(લગ્ન બાદની પ્રથમ સેલ્ફી હાલ વાઇરલ થઇ ચુકી છે.)

શાહિદ કપૂર અને મીરા રાજપૂત આજ સવારે થોડા પરિવારજનો અને નજીકનાં મિત્રો વચ્ચે લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા હતા. ત્યાર બાદ બંન્ને ગુંડગાંવ રવાનાં થઇ ગયા હતા. અહી આજે રાત્રે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાંઆવ્યું છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂત લગ્ન બાદ 10 સેકન્ડ માટે મીડિયા સમક્ષ આવ્યા હતા. 

You might also like