લગ્નેતર સંબંધો રાખનાર મહિલાને ભરણપોષણ નહીં મળે

મદુરાઈ: મદ્રાસ હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું કે જે મહિલાને લગ્નેતર સંબંધોના કારણે છૂટાછેડા અપાયા હોય તે પોતાના પૂર્વ પતિ પાસેથી ભરણપોષણની માગણી નહીં કરી શકે. મહિલા તે પુરુષ પાસેથી જ ભરણપોષણ મેળવવાનો દાવો કરી શકે છે જેની સાથે તેને સંબંધ બાંધ્યા હોય. ન્યાયમૂર્તિ અેસ નાગમૂર્તૂઅે જણાવ્યું કે લગ્નેતર સંબંધો રાખનાર મહિલાને ભરણપોષણનો હક હોતો નથી.

પોતાના ચુકાદામાં તેમણે જણાવ્યું કે અન્ય પુરુષ સાથે સંબંધ રાખનાર પત્નીને છૂટાછેડા અાપી દેનાર પતિ પાસેથી તે ભરણપોષણનો દાવો ન કરી શકે. ન્યાયાધીશે અા ફેંસલો એક સરકારી કર્મચારીની પુનઃ વિચાર અરજીને સ્વીકાર કરતા અાપ્યો હતો. કર્મચારીઅે રામનાથપૂરમ્ પ્રિન્સિપાલ જિલ્લા અને સત્ર અદાલતના અેક ચુકાદાને પડકાર અાપ્યો હતો.

નીચલી અદાલતે કર્મચારીને પોતાની પૂર્વ પત્નીને ૧,૦૦૦ રૂપિયા માસિક ભરણપોષણ અાપવાનો અાદેશ કર્યો હતો. લગ્નેતર સંબંધોના અાધાર પર કર્મચારીઅે તેની પત્નીને ૨૦૧૧માં છૂટાછેડા અાપ્યા હતા. ન્યાયાધીશે કહ્યું કે કોઈ એક પુરુષ પોતાની છૂટાછેડા અાપેલી પત્નીને ભરણપોષણ અાપવા માટે જવાબદાર છે. 

You might also like