લગ્નની લાલચ આપી નરાધમનો યુવતી પર વારંવાર બળાત્કાર  

અમદાવાદઃ સાણંદ તાલુકાના તેલાવ ગામના યુવકે ચાંદખેડાની એક યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ મથકમાં નોંધાતાં પોલીસે ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.

સાણંદ તાલુકાના તેલાવ ખાતે ઇન્દિરાનગરમાં રહેતા સાવંત ખીમજી જાડેજા (છારા) નામના યુવાને ચાંદખેડાની એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ આ શખ્સ યુવતીને લગ્નની લાલચ આપી હોટલ કુમકુમ, જોઇન્ટ સફારી સહિતની અનેક હોટલોમાં લઇ ગયો હતો અને ત્યાં તેની પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ આ યુવતીએ લગ્નની વાત કરતાં નરાધમે લગ્નની વાત ઉડાવી દઇ તેની સાથે સંબંધો તોડી નાખી દગો કર્યો હતો. બળાત્કારનો ભોગ બનેલી આ યુવતીએ તેના પરિવારજનોને આ અંગેની વાત કરતાં છેવટે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની સઘન શોધખોળ આરંભી છે.

 

You might also like