લગ્નની ભેટમાં મહિલા આતંકીને માથું વાઢવાની ISISની મંજૂરી

રક્કાઃ ઈસ્લામિક સ્ટેટની મહિલા શરિયા જજ (શરિયા કાનૂન લાગુ કરાવનારા આઈઅેસઆઈઅેસના આતંકવાદી)અે આઈઅેસઆઈઅેસના સભ્ય સાથે લગ્ન કરવાના બદલામાં માથું વાઢવાની મંજૂરી માગી હતી. જે અંગે આઈઅેસઆઈઅેસના વડા અબુ બકર બગદાદીઅે લગ્નની ભેટ તરીકે મહિલા આતંકવાદીને માથું વાઢવાની છૂટ આપી છે. જાેકે સંગઠનના નિયમ મુજબ તે અેક મહિલાનું જ માથું કાપી શકે છે. આઈઅેસની ચુંગાલમાંથી છુટેલી સિરિયાઈ મહિલાઅે આપેલી માહિતી પરથી અેક મીડિયા અહેવાલમાં આવાે ખુલાસાે થયાે છે. સિરિયાઈ મહિલાઅે કરેલાે ખુલાસાેઆઈઅેસઆઈઅેસની કેદમાંથી બચી નીકળેલી સિરિયાઈ મહિલા લીના(નામ બદલાવ્યું છે) અે જણાવ્યું કે આ મહિલા આતંકવાદીની આેળખ રાેઆ ઉમ ખાેતાબા અલ-તુનીસીના રૂપે થઈ છે. રાેઆ ટયુનિશિયાના રહીશ છે. અને તેના પતિનું અેક હુમલામાં માેત થયુ હતું. રાેઆની ઉંમર ઘણી નાની છે તેથી સંગઠનની ઈચ્છા હતી કે તે ફરી લગ્ન કરી લે. પરંતુ રાેઈ સંમત ન હતી.  તેને કાેઈનું માથું વાઢવાની મંજૂરી મળે તેવી શરત સાથે જ લગ્ન કરવા તૈયાર હતી. જેથી આઈઅેસઅાઈઅેસના વડાને તેને આવી મંજૂરી આપવી પડી. હવે તે જાસૂસીની આરાેપી અેક અન્ય મહિલા શરિયા જજનું માથું વાઢશે.
You might also like