લખનૌના એક ઘરમાં મળ્યું ૩૦૦ વર્ષ જૂનું ઉર્દૂ મહાભારત

લખનૌઃ શહેરની કરબલા કોલોનીમાં રહેનાર પરિવારને એ વાતનો અંદાજ પણ ન હતો કે તેમના પરિવારની પેઢીઅો જૂની પરંપરા અાટલી ખાસ અને કીમતી હોઈ શકે છે. પોતાના પરદાદા હવાલી હુસૈન નસીબબદી દ્વારા તેમના પોતાના ગામ રાયબરેલીમાં શરૂ કરાયેલા પુસ્તકાલયમાં  જ્યારે ફરમાને શોધખોળ શરૂ કરી તો ૩૦૦ વર્ષ જૂનું મહાભારતનું એક પુસ્તક તેમના હાથમાં લાગ્યું. અા મહાભારત કોઈ સામાન્ય મહાભારતનું પુસ્તક ન હતું. ઉર્દૂમાં લખાયેલું અા પુસ્તક દરેક અધ્યાય પહેલા અરબી અને ફારસી ભાષામાં લખાયેલી એક પ્રસ્તાવના હતી જેમાં અે અધ્યાયનો પરિચય અપાયો હતો. લખવા માટે અરબી લીપીનો ઉપયોગ કરાયો.

ફરમાનની માતા શાહિન અખ્તરે જણાવ્યું કે તેમનો પરિવાર અા પુસ્તકને છેલ્લી પાંચ પેઢીઅોથી ભાગ્યની નિશાની સમજીને સંભાળતો અાવ્યો છે. ફરમાને કહ્યું કે અા પુસ્તક એવી જગ્યાઅે રખાયું હતું કે જાણે ખોવાઈ ગયું હતું. ફરમાને જણાવ્યું કે તેઅો પુસ્તકની હાલત સુધારવાની કોશિશ કરી રહ્યો છે. અા પરિવારના મિત્રો અને ધાર્મિક ગુરુ વહીદ અબ્બાસ પુસ્તક અાખું વાંચ્યું છે. તેમણે જણાવ્યું કે અા પુસ્તકને અાપણી અાવનારી પેઢીઅો પણ સંભાળીને રાખે તેની ખૂબ જરૂર છે. અબ્બાસે કહ્યું કે મંજુલ પરિવારના મૂળ ચિયા પયગમ્બર હઝરત ઇમામ અલી નકી સાથે જોડાયેલા છે.

અા પરિવાર અાજે પણ ઉર્દૂમાં લખેલા અા મહાભારતના પુસ્તકને બંને કોમોની અરસપરસની એકતા અને પ્રેમ તરીકે સંભાળીને રાખે છે. અા પુસ્તકમાં મહાભારતનો શબ્દશઃ અનુવાદ કરાયો નથી પરંતુ વાર્તાનું રૂપ અાપીને સરળ અને સમજવા લાયક ભાષામાં અાખું મહાભારત લખાયું છે. દરેક અધ્યાયની શરૂઅાતમાં ખૂબ જ સુંદરતાથી અરબી ભાષામાં તે અધ્યાયનો પરિચય અાપવામાં અાવ્યો છે. ફરમાનના પરદાદાના પુસ્તકાલયમાં લગભગ ૧૦ હજાર પુસ્તકો છે. જ્યારથી અા મહાભારત તેને ફરી વખત શોધવામાં અાવ્યું છે ત્યાંથી શાહિન તેને વાંચી રહી છે. 

મહાભારત અંગે કહેવાય છે તે જ રીતે અા પુસ્તકને વાંચતી વખતે શાહિન કંઈક અલગ અનુભવ કરી રહી છે. ગઈકાલે સવારે પોતાના પુત્રને લડતાં તેને કહ્યું કે ક્રોધ પતનનું કારણ હોય છે. તે એમ પણ કહે છે કે પુસ્તકને વાંચવું ટીવી પર અાવતા મહાભારતને જોતા શ્રેષ્ઠ અનુભવ છે. શાહિને જણાવ્યું કે ૩૦૦ વર્ષથી વધુ જૂના અા મહાભારતના પુસ્તકે અમારી જિંદગી બદલી દીધી છે.

You might also like