વ્યક્તિ વ્યક્તિ પ્રમાણે વાતો અલગ હોય છે તે વાતની સાબિતી ઈમરાનખાન છે. બોલિવૂડ અભિનેતા ઈમરાનખાન ફિલ્મોમાં પોતાના પાત્રને લઈને અતિ ગંભીર હોય છે. તેનું કારણ જણાવતાં તે કહે છે કે મને કોઈ પણ ફિલ્મના પાત્રમાં જતાં અને તેમાંથી બહાર નીકળતાં સમય લાગે છે. તે કહે છે કે હું મારા પાત્રમાં ઊતરવા માટે અને તેને સમજવા માટે વધારે સમય લઉં છું. એક વાર જ્યારે ફિલ્મ પૂરી થઈ જાય છે ત્યારે તેમાંથી બહાર અાવવા માટે પણ મારે થોડા સમયની જરૂર પડે છે.
એક લાંબા બ્રેક બાદ ઈમરાન ફરી વખત ફિલ્મમાં સિક્રય થઈ રહ્યો છે. હવે તે ‘કટ્ટી બટ્ટી’ નામની ફિલ્મમાં કંગના રાણાવત સાથે જોવા મળશે. તે કહે છે કે અા ફિલ્મ થોડી હટીને છે. ફિલ્મનો રોમાન્ચ તો ફિલ્મ જોયા બાદ જ જાણવા મળશે. અા ફિલ્મ જોઈને જાણ થશે કે તે અાજના યુવાનો માટે બનાવાઈ છે. અા ઉપરાંત ઈમરાન વિક્રમાદિત્ય મોટવાણીની ફિલ્મ ‘ભાવિન જોષી’માં પણ કામ કરી રહ્યો છે. તે એક સુપરહીરો ફિલ્મ છે. અા ફિલ્મમાં ઈમરાન ગુજરાતી પાત્રમાં જોવા મળશે. તે ફિલ્મ રિયલ લોકોની કહાણી છે. અા ફિલ્મમાં કોઈ જાદુટોણાં નહીં થાય અને ફેન્ટસીવાળી ચીજો પણ નહીં થાય.