રોમેન્ટિક કોમેડી ફિલ્મોએ મને હંમેશાં આકર્ષ્યો છેઃ ઇરફાન  

ખુદને કોઈ પણ રોલમાં સરળતાથી ઢાળી શકતો ઇરફાન ખાન ખુદ પ્રમાણે રોલ નહીં, પરંતુ રોલ પ્રમાણે ખુદને બનાવે છે. તેથી જ તો ફિલ્મોમાં આપણે ઇરફાન ખાન નહીં, પરંતુ જે તે પાત્રને જોઈએ છીએ. બોલિવૂડની સાથેસાથે હોલિવૂડની ફિલ્મોમાં પણ તે પોતાની ટેલેન્ટ સાબિત કરે છે.

આજકાલ તે પરદા પર હીરોઈન સાથે રોમાન્સ કરતો પણ જોવા મળે છે. તે કહે છે, એક અભિનેતા તરીકે હું દરેક પ્રકારની ફિલ્મ કરવા પર ભાર આપું છું. મને તેવી ફિલ્મો અને રોલ મળી પણ જાય છે. એ જ કારણ છે કે હું ટાઇપિસ્ટ થઈ શક્યો નથી, જોકે એ વાત પણ સાચી છે કે રોમેન્ટિક કોમેડી ફિલ્મોએ મને હંમેશાં આકર્ષ્યો છે. હું પહેલેથી જ એવી ફિલ્મો કરવા ઇચ્છતો હતો. અમિતાભ બચ્ચન સાથે કામ કર્યા બાદ ઇરફાન ખાન હવે બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય સાથે કામ કરવા જઈ રહ્યો છે. તે કહે છે, ”હું ઐશ્વર્યા સાથે સંજય ગુપ્તા નિર્દેશિત એક્શન થ્રિલર ‘જઝબા’માં કામ કરી રહ્યો છું. હું જરૂરથી એવું કહેવા ઇચ્છું છું કે ઐશ્વર્યા મીડિયા દ્વારા બનાવાયેલી છબી કરતાં ખૂબ જ અલગ અને સારી વ્યક્તિ છે. તે માનવતા અને જમીન સાથે જોડાયેલી કેરિંગ અને તેની અંદરના કલાકારને શોધનારી વ્યક્તિ છે. ઐશ્વર્યા મારા માટે એક શોધ જેવી છે. 

You might also like