રોબોટે કરી હત્યા હવે જવાબદાર કોણ ?

નવી દિલ્હી : જર્મનીની કાર બનાવનારી કંપની ફોગ્સવેગનનાં કારખાનામાં એક રોબોટે સાથે કામ કરી રહેલ વ્યક્તિને મારી નાખ્યો હતો. આ દુર્ઘટના બઉનાટાલનાં કારખાનામાં થિ હતી. જ્યાં 22 વર્ષનો એક યુવાન રોબોટને રિપેર કરી રહ્યો હતો. રોબોટે વ્યક્તિને પકડ્યો અને તેને મેટલની પ્લેટ સાથે દબાવી દીધો હતો.

જેનાં કારણે તેનું મોત થઇ ગયું હતું. કંપની પ્રવક્તા હીકો હિલવિગે કહ્યું કે આ દુર્ઘટનાં માનવીય ભુલથી થઇ છે, રોબોટમાં કોઇ પ્રકારની કોઇ ખામી નથી. પરંતુ આ ઘટનાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ફરીથી એકવાર ચર્ચાનાં વર્તુમાં લઇ આવે છે. 

કંપનીનું રોબોટ યોગ્ય હોવાનું નિવેદન મુદ્દાને ફરીથી ગુંચવે છે. રોબોટ છે તો અંતે એક સ્માર્ટ સોફ્ટવેર પર કામ કરતો અને તેનાં આદેશ માનતી વસ્તું. મશીનની જ્યારે દુર્ઘટનાં થાય છે ત્યારે તેનાં ચાલકને જવાબદાર ઠેરવવામાં આવે છે, પરંતુ મશીન બનાવનારને નહી.

પરંતુ જ્યારે એક સ્માર્ટ મશીન એટલે કે રોબોટનાં હાથે દુર્ઘટનાં થાય છે તો કોણ જવાબદાર થશે, રોબોટ બનાવનાર કે પછી સોફ્ટવેર બનાવનાર કે પછી ચલાવનાર ? સાઇબર કાયદાનાં વિશેષજ્ઞ પવન દુગ્ગલ કહે છે કે હવે માત્ર હાર્ડવેર જ નહી પરંતુ સોફ્ટવેરને પણ કાયદામાં લાવવાની જરૂર પડશે. રોબોટિક્સ ઉભરતું ક્ષેત્ર છે. તેનાં પર હવે કાયદાઓ બનાવવાની જરૂર છે. 

You might also like