Categories: News

રોકાણ પર સૌથી વધારે રિટર્ન ભારતમાંથી મળે છે : જેટલી

હોંગકોંગ : નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે અન્ય દેશોની તુલનામાં રોકાણ પર ભારત સૌથી વધારે રિટર્ન આપે્ છે. તેની સાથે જે તેમણે કહ્યું કે વિદેશી રોકાણથી દેશનાં પાયાનાં ઢાંચામાં અન્ય ક્ષેત્રોમાં વધારે સંસાધનો મળી શકે છે. જેટલીએ અહી રોકાણકારો અને ઉદ્યોગ જગતનાં દિગ્ગજોને સંબોધિત કરતા કહ્યું કે સરકાર દેશમાં ઉદ્યોગોની સુગમતા પર ખાસ ધ્યાન આપી રહી છે અને મેક ઇન ઇન્ડિયા જેવી પહેલથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ઘણું પ્રોત્સાહન મળશે. 

જેટલીએ કહ્યું કે ભારત અન્ય દેશોની તુલનામાં સારૂ રિટર્ન આપશે. તેમણે કહ્યું કે વિદેશી રોકાણકારોનાં કારણે દેશને સારા સંસાધનો પણ પ્રાપ્ત થઇ શકશે અને તેની હાલ ભારતને જરૂર પણ છે. નાણા મંત્રીએ કહ્યું કે રેલ્વે, હાઇવે અને વિજળી જેવા ક્ષેત્રોમાં નાણાની ખુબ જ જરૂર છે અને આ યોજનાઓની નિર્ભરતા મોટા ભાગે બેંકો પર નિર્ભર છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ત બે દિવસો દરમિયાન સિંગાપુરમાં સરકારી નેતાઓ અને રોકાણકારો સાથે બેઠક બાદ હવે જેટલી બે દિવસ માટે હોન્ગકોન્ગમાં છે.

નાણા મંત્રી સાથે અહીં મુંબઇ શેરમાર્કેટનાં પ્રમુખ આશીષ કુમાર ચૌહાણ સહિત આખુ વેપારી મંડળ પણ આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવ્યું છે. તેમણે કહ્યું કે કારોબારમાં સુગમતા અંગે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અગાઉ એવી માન્યતા હતી કે ભારતમાં રોકાણ કરવાની પ્રક્રિયા ખુબ જ જટીલ હતી.પરંતુ હવે ડિજીટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. નાણા મંત્રીએ કહ્યું કે અમુક રાજ્યો વિજળી માટે પુરતા નાણા નથી લઇ રહ્યા. જેનાં કારણેવિજ વિતરણ કંપનીઓની પરિસ્થિતી કફોડી થઇ છે. 

admin

Recent Posts

જિઓ બની દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

મૂકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ તેના લોન્ચિંગના અઢી વર્ષમાં જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યુઝર્સ બેઝના આધારે…

7 hours ago

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ દેવતાઓની મૂર્તિ ક્યાં રાખવી?

ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી, લક્ષ્મીજી, બાળ ગોપાલની મૂર્તિઓ…

7 hours ago

દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ…

9 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા…

9 hours ago

ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ…

9 hours ago

શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં…

9 hours ago