રૈનાના શાનદાર શતક સાથે શ્રેણીમાં ભારત-એ નો બાંગ્લાદેશ સામે વિજય

બેંગલુરુ: ટીમ ઇન્ડિયાના સિનિયર ક્રિકેટ સુરેશ રૈનાએ બાંગ્લાદેશ-એ સામે રમાયેલી ત્રણ વન ડેની સિરિજમાં અંતિમ વન ડેમાં શાનદાર શતક ફટકાર્યું હતું. આ ઉપરાંત વિકેટકીપર સંજુ સેમસનના ૯૦ રન સાથે રૈનાએ ૧૦૪ બનાવી ટીમને ૨૯૭ના સ્કોરે પહોંચાડી હતી. જેના જવાબમાં બાંગ્લાદેશ-એ ની ટીમ રમવા ઉતરી ત્યારે બે વખત વરસાદનું વિઘ્ન નડતા ડકવર્થ લુઇસના નિયમ મુજબ તેમને ૪૬ ઓવરમાં ૨૯૦ રન બનાવવાના હતા પરંતુ બાંગ્લાદેશે ૩૨ ઓવરમાં છ વિકેટે ૧૪૧ રન બનાવતા ભારતીય ટીમને વિજયી જાહેર કરાઇ હતી. જેને લઇ ભારતે ૨-૧થી શ્રેણી વિજય મેળવ્યો હતો.ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરતાં પહેલી વિકેટે પાંચ ગુમાવ્યા પછી કપ્તાન ઉન્મુક્તચંદ અને વિકેટકીપર સંજૂ સેમસનની જોડીએ બીજી વિકેટમાં અર્ધશતક પાર કરાવ્યું. વીસમી ઓવરના ૮૭ મા રને ઉન્મુક્ત ચંદ ૪૧ રન બનાવી અરાફતના બોલે બોલ્ડ થયો હતો. બાંગ્લાદેશ સામેની પ્રથમ બે મેચમાં ફલોપ રહેલ રૈનાએ ૯૧ બોલમાં શતક ફટકાર્યું હતું. આ દરમિયાન રૈનાએ આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ ઋષિ ધવને ૨૬ રનનું યોગદાન આપ્યું હતું. જેને લઇ ભારત-એની ટીમે ૬ વિકેટે ૨૯૭ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શફીઉલ્લાને બે જ્યારે અલ અમીન, હુબેલ, અરાફત, અને નાસિરને ૧-૧ િવકેટ મળી હતી.જેના જવાબમાં બાંગ્લાદેશ-એ ઇનિંગમાં ૩.૧ ઓવરમાં ૬ રને બે વિકેટ પડી હતી. આ દરમિયાન વરસાદનું વિઘ્ન નડતા મેચ રોકવી પડી પછી બાંગ્લાદેશને ૪૬ ઓવરમાં ૨૯૦ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો. ૩૮ ઓવરમાં છ વિકેટે ૧૪૧ રન બનાવ્યા હતા ને ફરી વરસાદ આવ્યો ત્યાર બાદ રમત શક્ય નહતી. આમ ૩૮ ઓવરમાં ૨૧૭ રનના ટાર્ગેટ સામે બાંગ્લાદેશની ટીમે ૩૮ ઓવરમાં ૬ વિકેટે ૧૪૧ રન બનાવતાં ભારતે ૭૫ રનના મોટા અંતરથી મેચ સામે સિરિજ જીતી હતી. ફાસ્ટ બોલર શ્રીનાથ અરવિંદ અને કુલદીપ યાદવને બે-બે વિકેટ મળી હતી જ્યારે કુલકર્ણી અને શર્માને ૧-૧ વિકેટ મળી હતી.
 
You might also like