રેલ યાત્રીની સુરક્ષા માટે GRP પાસે કારતૂસ વિનાની રાઈફલ

આગ્રાઃ રેલવે યાત્રિકાેની સુરક્ષા માટે જીઆરપી પાસે હથિયાર તાે છે, પરંતુ તેને ચલાવવા માટે કારતૂસ નથી. તેથી યાત્રિકાેની સુરક્ષા અંગે ખુદ જીઆરપી આગ્રા અેકમે સવાલ ઉઠાવ્યાે છે. નાના હથિયારાે આપવાના હાઈકાેર્ટના આદેશ અંગે ડીજીપી કાર્યાલયના જવાબથી તમામને અચરજમાં મુકી દીધા છે.

અેસપી જીઆરપીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે તંત્ર આગ્રા અેકમને પિસ્તાેલ અને રિવાેલ્વર અાપશે પરંતુ કારતૂસ નહિ આપે. જીઆરપીના જવાનાે આજે પણ બીજા વિશ્વયુદ્ધમાં ઉપયાેગમાં લેવાયેલી થ્રી નાેટ થ્રી રાઈફલથી જ યાત્રિકાેની સુરક્ષા કરી રહ્યા છે. જ્યારે સિવિલ પાેલીસ પાસે હાલ અેમપી-૫ આવી ગઈ છે. જાેકે થ્રી નાેટ થ્રી અેટલી જૂની થઈ ગઈ છે કે તે ગમે ત્યારે દગાે આપી શકે છે. કાેઈવાર કારતૂસ ફસાઈ જાય છે તાે ક્યારેક લીવર ખેંચાતું નથી. અને તેનાે ફાયદાે ગુનેગારાેને થાય છે. 

હાઈકાેર્ટમાં જનહિત અરજી દાખલ આ તમામ સમસ્યાઆેને ધ્યાનમાં લઈ હાઈકાેર્ટમાં અેક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અંગે કાેર્ટે જીઆરપીના મુખ્ય કાર્યાલયને આદેશ આપ્યાે હતાે કે આગ્રા અેકમને હલકા અને નાના હથિયાર આપવામાં આવે.  થાેડા દિવસ પહેલા અેસપી જીઆરપીને મુખ્ય કાર્યાલય તરફથી પાઠવાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તંત્ર આગ્રા અેકમને ૯૦૦ પિસ્તાેલ અને રિવાેલ્વર આપશે પરંતુ કારતૂસ નહિ આપી શકે તાે કારતૂસ વિના યાત્રિકાેની સુરક્ષા કઈ રીતે કરી શકાય. 

સુરક્ષા માટે હથિયાર માગ્યાં હતાંજીઆરપીઅે પ્રથમ તબક્કામાં તંત્ર પાસે ૯ અેમઅેમની પિસ્તાેલ અને ૩૨ બાેરની ૯૦૦ રિવાેલ્વર માગી હતી, જેથી મુખ્ય ટ્રેનાેમાં યાત્રિકાેની સુરક્ષા થઈ શકે. આગ્રા જીઆરપી અેકમમાં લગભગ ૨૨૦૦ જવાનાે છે તેમજ ૧૨ પાેલીસ મથક અને ૨૪ પાેલીસ ચાેકી છે. આગ્રા, મથુરા, હાથરસ,અલીગઢ, મૈનપુરી,અેટા, ઈટાવા, ફીરાેજાબાદ વગેરે વિસ્તારાે આગ્રા અેકમમાં આવે છે. થાેડા સમય પહેલાં કાલકા અેકસપ્રેસમાં મથુરા-ધાૈલપુર વચ્ચે છ જેટલા યાત્રિકાે લૂટાયા હતા.

 

You might also like