રેપનો ખોટો કેસ સહન કરનાર વ્યક્તિ બનશે ‘રેપ સર્વાઇવર’

નવી દિલ્હીઃ કોર્ટે એક વ્યક્તિને રેપના અારોપોમાંથી મુક્ત કરતાં કહ્યું કે અારોપીની ગરિમા અને સન્માન પાછું અાપવું અથવા તો તેને જે દુઃખ, અપમાન, પરેશાની અને અાર્થિક નુકસાન થયું છે તે ભરપાઈ કરવું કદાચ શક્ય નથી. અદાલતે એક પરિણીત મહિલાઅે કરેલા રેપના ખોટા કેસમાં વ્યક્તિને મુક્ત કરતાં કહ્યું કે જો તે વ્યક્તિ ઇચ્છે તો તે ફરિયાદી વિરુદ્ધ વળતરનો કેસ કરી શકે છે. 

અેડિશનલ સેશન જજ નિવેદિતા અનિલ શર્માઅે કહ્યું કે અે વાતને નજરઅંદાજ ન કરી શકાય કે અા કેસમાં અારોપીને ભલે છોડી દેવાયો હોય પરંતુ તેને ઘણા સમય સુધી કેદમાં રહેવું પડ્યું. અપમાન, દુઃખ, પરેશાનીની સાથે સાથે અાર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું. તેની ગરિમા અને સન્માન પાછું અાપવું અથવા તો તેને જે અપમાન, દુઃખ, પરેશાની અને અાર્થિક નુકસાન ભોગવાયું તેની ભરમાઈ કરી અાપવી શક્ય નથી પરંતુ તે છૂટી જતાં તેને થોડી રાહત મળી છે.

હવે તે ઇચ્છે તો ફરિયાદ કરતાં વિરુદ્ધ નુકસાનની ભરપાઈ માટે દાવો કરી શકે છે. જજે એમ પણ કહ્યું કે અે વ્યક્તિને રેપના અારોપમાંથી મુક્ત કરાઈ છે પરંતુ અા અારોપને કારણે તેને લાંબા સમય સુધી તેને કેદમાં રહેવું પડ્યું તેથી તેને રેપ સર્વાઈવર કહેવાવો જોઈઅે. 

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૧ નવેમ્બરના રોજ ફરિયાદી દ્વારા એવી ફરિયાદ કરાઈ હતી કે અારોપી તેના મકાનમાં ઘૂસી ગયો અને ચપ્પુ બતાવીને તેનો રેપ કર્યો. અારોપીઅે ધમકી અાપી હતી કે જો તેને ઘટના અંગે કોઈને કંઈ કહ્યું તો તે તેના પુત્રની હત્યા કરી દેશે. પરંતુ કોર્ટમાં ફરિયાદીઅે પોતાની વાત ફેરવી કાઢી અને કહ્યું કે તેને પોતાનાં પતિના દબાણમાં અાવીને ખોટું કહ્યું હતું. કેમ કે તેના પતિને અારોપી સાથે કોઈ નાણાકીય વિવાદ હતો.

You might also like