રૂ. ૨૭ લાખના સોનાની દાણચોરીમાં જેટ એરવેઝના કર્મચારીની ધરપકડ

મુંબઈ: મુંબઈ કસ્ટમ વિભાગના એર ઈન્ટિલજન્સ યુનિટે મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જેટ એરવેઝના એક કેબિન ક્રૂ મેમ્બરની સોનાની દાણચોરીના આરોપમાં ધરપકડ કરી હતી.

૨૫ વર્ષના દીપક પાંડે નામના આ જેટ એરવેઝના કર્મચારી પાસેથી કસ્ટમ્સના અધિકારીઓએ રૂ. ૨૭.૯૨ લાખની કિંમતની સોનાની ૧૦ ચેન જપ્ત કરી હતી. આ કર્મચારી દુબઈથી મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની ચેન દાણચોરીથી દ્વારા લાવ્યો હતો. તે જેટ એરવેઝની ફ્લાઈટ નંબર ૯ ડબલ્યુ ૫૪૩માં સફર કરી રહ્યો હતો.

દીપક પાંડેએ આ સોનું એરપોર્ટ પર એક સોફામાં મૂકી દીધું હતું કે જેથી તે પકડાય નહીં, પરંતુ સીસીટીવી કેમેરા દ્વારા તેની ચાલાકી પકડાઈ ગઈ હતી. તેણે રૂ. ૫૦,૦૦૦ કમાવવા માટે આ દાણચોરી કરી હતી. જેટ એરવેઝના કર્મચારીની ધરપકડ થતાં એરલાઈન્સના તમામ કર્મચારીઓમાં સોપો પડી ગયો હતો.

You might also like