રૂ.૧૦ હજાર કરોડના એફડીઆઈ પ્રસ્તાવને મંજૂરી

નવી દિલ્હીઃ સરકારે કેથોલિક સિરીયન બેન્ક તથા બંધન ફાઇનાન્શિયલ સર્વિસીસ સહિત ૨૩ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેની રકમ રૂ. ૧૦,૩૭૮.૯૨ કરોડ થવા જાય છે. નાણાં સચિવ રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. તો બીજી બાજુ ૧૩ દરખાસ્તો સંબંધી નિર્ણય લેવાનો હાલ ટાળ્યો છે, જેમાં ઇરોઝ ઇન્ટરનેશનલ અને રિલાયન્સ ગ્લોબલ કોમની દરખાસ્ત સામેલ છે. ઉલ્લેખનીય છે કે બંધન ફાઇનાન્શિયલને પૂર્ણ બેન્ક શરૂ કરવા લાઇસન્સ પ્રાપ્ત થયું છે. આ સિવાય ખાનગી સેક્ટરની કેથોલિક સિરીયન બેન્કમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા કરવા સુધીની મંજૂરી મળી છે. સરકારે દેશમાં આર્થિક વિકાસ વધે તથા વધુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે તે માટે ગતિવિધીઓ તેજ બનાવી છે અને તે માટે સરકાર વિવિધ પગલાં પણ ભરી રહી છે.

You might also like