રૂપિયાની નરમાઈ તરફી ચાલે સ્થાનિક બજારમાં ચાંદીના ભાવમાં રૂ.૯૦૦નો ઉછાળો

અમદાવાદઃ સ્થાનિક બજારમાં ડોલર સામે રૂપિયામાં જોવાયેલી નરમાઇ તરફી ચાલે આજે શરૂઆતે સોના અને ચાંદીમાં મજબૂત સુધારા તરફી ચાલ નોંધાઇ હતી. આજે શરૂઆતે સોનામાં રૂ. ૩૦૦ના ઉછાળે ૨૫,૫૦૦ની સપાટી નોંધાઇ હતી, જ્યારે ચાંદીમાં રૂ. ૯૦૦ના ઉછાળે ૩૫,૦૦૦ની સપાટી કુદાવી ૩૫,૧૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક બજારમાં નીચા ભાવે ફરી એક વખત સ્ટોકિસ્ટો દ્વારા ખરીદી ખૂલી છે. ચોમાસું સારું આવતાં ગ્રામીણ વિસ્તારોમાંથી પણ ખરીદી જોવા મળી છે, જેના પગલે સોના અને ચાંદીના ભાવમાં સુધારા તરફી ચાલ જોવા મળી છે.
સ્થાનિક બજારમાં સ્ટોકિસ્ટો દ્વારા આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં લઇને નીચા ભાવે સોના ચાંદીનો સ્ટોક અંકે કરાતા ભાવમાં મજબૂતાઇ આવી હતી. દરમિયાન વૈશ્વિક ઇક્વિટી બજારમાં પણ સ્ટેડી ચાલ જોવાઇ છે, જેના પગલે સોના-ચાંદીના ભાવમાં સપોર્ટ આવ્યો છે.
You might also like