‘રુદ્રમાદેવી’ ફિલ્મનો પ્રિવ્યું

અભિષેક પિક્ચર્સ અને રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટના બેનર હેઠળ બનેલી ‘રુદ્રમાદેવી’ના પ્રોડ્યૂસર અભિષેક નામા છે. ફિલ્મનું ડિરેક્શન ગુના શેખરે કર્યું છે.  ફિલ્મમાં અનુષ્કા શેટ્ટી, અલ્લુ અર્જુન, રાણા દગ્ગુબાટી અને પ્રકાશરાજ જેવા કલાકારો છે. તામિલ અને તેલુગુમાં બનેલી અા ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થઈ રહી છે. ‘બાહુબ‌િલ’ ફિલ્મની સફળતા બાદ હવે સાઉથની ફિલ્મો હિન્દીમાં પણ રિલીઝ કરવાનું ચલણ વધ્યું છે.
અા એક એક્શન ફિલ્મ છે. ફિલ્મમાં અઢારમી સદીની મહારાણીની વાત છે. નેવું કરોડ રૂપિયામાં બનેલી અા ફિલ્મની ખાસિયત એ છે કે તેને VFX પર બનાવવા બદલ સાચા લોકેશન પર શૂટ કરવામાં અાવી છે. પિતાની ગેરહાજરીમાં રુદ્રમાદેવી કેવી રીતે પોતાનું રાજ પાછું મેળવે છે અને પરિવારના કાવાદાવામાંથી કઈ રીતે તે પોતાની જાત તેમજ રાજ્યને સંભાળે છે તે અા ફિલ્મમાં દર્શાવાયું છે. •
 
You might also like