રિવરફ્રન્ટ પર પાટીદારોની અનામત રેલીને મંજૂરી નહીં   

અમદાવાદ: અનામતની માગ સાથેની પાટીદારોની મહારેલી સફળ થયાને પગલે અને ગઇકાલે સાત પ્રધાનોની કમિટી સાથેની બેઠક નિષ્ફળ જવાના પગલે પાટીદારો તા.રપની અમદાવાદની રેલીને ગુર્જરવાળી કરવાના મૂડમાં આવી ગયા છે. જડબેસલાક પ્લાનિંગ સાથે આગળ વધી રહેલા પાટીદારો રપમીએ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને દોઢ લાખથી વધુ મહિલાઓને મેદાનમાં ઉતારવાનું પ્લાનિંગ કરી ચૂક્યા છે. જોકે સરકાર તેમના આંદોલનને પાડી દેવાના મુડમાં હોય તેમ રિવરફ્રન્ટ પરની રેલીને અમદાવાદ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. 

અમદાવાદના કમિશનર ડી શારાએ સભા-સરઘસો પર પ્રતિબંધ મુકી દીધો છે. ડી. થારાએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી એએમસી દ્વારા જે પણ સભા અને સરઘસને મંજૂરી આપવામાં આવી છે તે માટે ધાર્મિક અને સામાજીક કાર્યો માટે જ આપવામાં આવી છે. આંદોલન તેમજ રેલી માટે મંજૂરી આપવાની અમારી કોઇ પોલીસી નથી. 

સમગ્ર ગુજરાતમાંથી 30 લાખ પાટીદારો રિવરફ્રન્ટ પર એકઠાં થવાની વાત કરી રહ્યાં છે ત્યારે આ વિષય સરકાર માટે ચિંતાજનક બન્યો છે. નોંધનીય છે કે, 16મીએ પાટીદારોએ ગ્રાન્ડ રિહર્સલ કરીને પોતાની શક્તિનો પરિચય આપી દીધો છે ત્યારે રિવરફ્રન્ટની રેલી બાદ પાટીદારોનું આંદોલન કયું રૂપ ધારણ કરશે તે ચિંતાનો  વિષય બન્યો છે. 

You might also like