રિલીઝ પહેલાં જ નવાઝ-રાધિકાની ફિલ્મ 'માંઝી: ધ માઉન્ટેન મેન' લીક   

નવી દિલ્હી: મળતી માહિતી અનુસાર નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટેની ફિલ્મ ‘માંઝી: ધ માઉન્ટેન મેન’ રિલીઝ પહેલાં જ લીક થઈ ગઈ છે. 

કેતન મહેતા આ ફિલ્મના ડાયરેક્ટર છે. આ ફિલ્મની પ્રીવ્યુ કોપી ટોરન્ટ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જેનો અર્થ છે કે આ ફિલ્મને વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને ગમે ત્યારે જોઇ શકાય છે. હવે તમારે આ ફિલ્મની રિલીઝ થવાની રાહ જોવી નહીં પડે. આ ફિલ્મ 21મી ઓગષ્ટે રિલીઝ થવાની હતી. 

‘માંઝી: ધ માઉન્ટેન મેન’ ફિલ્મ બિહારના દશરથ માંઝીના જીવન પર આધારિત ફિલ્મ છે, જેમણે પોતાના જીવનના 22 વર્ષ સુધી એક પર્વતને કાપીને તેની વચ્ચેથી રસ્તો કાઢ્યો. 

નોંધનીય છે કે આ ફિલ્મ લીક થતાં તેની કમાણી પર અસર પડશે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મના ટ્રેલરને મળેલી જોરદાર પ્રતિક્રિયાઓથી કેતન મહેતા એટલા બધા ખુશ હતા કે તેમણે કહ્યું હતું કે, ફિલ્મની કુલ કમાણીનો એક ભાગ દશરથ માંઝીના ગામના વિકાસ માટે આપવામાં આવશે. 

You might also like