રિલાયન્સ જિયોએ શરૂ કરી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ

મૂકેશ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમે પણ હવે સ્માર્ટફોન થકી કરાતાં ઈન્સ્ટન્ટ મેસેજિંગ માર્કેટમાં ઝુકાવ્યું છે. એણે વોટ્સએપ જેવી જિયો ચેટ નામની ચેટિંગ એપ્લિકેશન લોન્ચ કરી છે. અા એપ્લિકેશનને એપલ એન્ડ્રોઈડના પ્લોટફોર્મ્સ પરથી ડાઉનલોડ કરી શકાય છે. અાગામી સમયમાં લોન્ચ થનારી ૪જી સર્વિસ માટે રિલાયન્સ જિયોએ સિત્તેર હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. એ દિશામાં અા એપ્લિકેશન પહેલું પગથિયું છે. અાગામી સમયમાં ૪જી કનેક્શન સાથે અાવનારા સ્માર્ટફોનમાં અા એપ પ્રીઈન્સટોલ્ડ અાવશે.
 

You might also like