રિલાયન્સ અને બિરલા સહિત ૧૧ને પેમેન્ટ બેંકની લીલીઝંડી

નવી દિલ્હી : બેકિંગ ક્ષેત્રે નવી ક્રાન્તિ અને નવી સ્પર્ધા થવાના સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે. ૧૧ કંપનીઓને પેમેન્ટ બેંક શરૃ કરવાની લીલીઝંડી આરબીઆઈ દ્વારા આપી દેવામાં આવ્યા બાદ એક નવા યુગની શરૃઆત થઈ શકે છે. સાથે-સાથે સામાન્ય લોકોને મોટી રાહત મળી શકે છે. જ્યારે સ્મોલ બેંક ફાઈનાન્સ માટે લાઈસન્સની જાહેરાત આગામી મહિને કરવામાં આવશે. નવી કંપનીઓ જેમને પેમેન્ટ બેંક માટે લાઈસન્સ અપાવ્યું છે, તેના કારણે વર્તમાન બેંકો સામે કોઈ ખતરો થશે તેવા અહેવાલોને આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજને રદીયો આપ્યો છે.

આ મંજૂરી આપી દીધા બાદ આ ક્ષેત્રો બેકિંગ ક્ષેત્રમાં એન્ટ્રી કરી શકશે. પ્રાપ્ત અહેવાલ મુજબ રીઝર્વ બેંકે ટપાલ વિભાગ, રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આદિત્ય બિરલા ગ્રુપ અને એરટેલ  તેમજ વોડાફોન જેવી મહાકાય કંપનીઓને મંજૂરી આપી દીધી છે. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. હવે આ તમામ પોત પોતાની રીતે પેમેન્ટ બેંક શરૃ કરી શકશે. કેટલીક નાણાંકીય કંપનીઓને પણ પેમેન્ટ બેંક શરૃ કરવાની મંજૂરી આપી દીધી છે. નિયમિત બેંકની જેમ આ બેંકને પેમેન્ટ બેંક તરીકે ગણવામાં આવે છે. આ બેંકો એક લાખ સુધી થાપણ સ્વીકાર કરી શકે છે. તેઓ લોન મંજૂર કરી શકે નહી.

તેઓ સરકારી બોન્ડમાં તેમના નાણાં જમા કરાવી શકશે. તેઓ ડેબિટ કાર્ડ જારી કરી શકે છે.  પરંતુ ક્રેડિટ કાર્ડ જારી કરી શકશે નહી. આ ઉપરાંત તેઓ અન્ય તમામ યુનિવર્સલ બેંકની સેવા આપી શકશે. વર્ષ ૧૯૬૯માં બેંકોના રાષ્ટ્રીયકરણ બાદથી પ્થમ વખત મોદી હિલચાલ હાથ ધરવામાં આવી છે. અગાઉ માત્ર બે ખાનગી બિઝનેસ ગ્રુપને બેંકને પ્રમોટ કરવાની મંજૂરી આપવામાં આવી ગહતી. અલબત્ત તમામ કોર્પોરેટ હાઉસ દ્વારા યુનિવર્સલ બેંક લાયસન્સ માટે અરજી કરી હતી. પરંતુ કોઇને સફળતા મળી ન હતી. માત્ર આઇડીએફસી અને બંધન માઇક્રો ફાયનાન્સને આ વર્ષની શરૃઆતમાં અગાઉ મંજૂરી મળી હતી.  પેમેન્ટ બેંકને લઇને કેટલીક દુવિધા રહેલી હતી.

જો કે હવે દુર થઇ ચુકી છે. તમામ દુવિધા દુર થયા બાદ સામાન્ય લોકોમાં આગામી દિવસોમાં આને લઇને ઉત્સુકતા વધી શકે છે. જો ેકે પેમેન્ટ બેંક સામે કેટલીક શરતો રીઝર્વ બેંક દ્વારા લાદવામાં આવી હતી. તેમના માટે કેટલીક મર્યાદા નક્કી કરવામાં આવી છે. છતાં પેમેન્ટ બેંક શરૃ થવાથી સામાન્ય લોકોને રાહત મળી શકે છે. પેમેન્ટ બેંકોની પાસે અન્ય બેંકો કરતા અલગ લાયસન્સ રહેશે. તેઓ ટર્મ ડિપોઝીટની રકમ  સ્વીકારી શકશે નહી. ગ્રાહકો માટે કેટલાક હિત આની સાથે જોડાયેલા છે. આના કારણે સર્વિસ ચાર્જમાં ઘટાડો તઇ શકે છે. સ્પર્ધાના કારણે અન્ય મોટી બેંકોને પણ કેટલાક નિયમોને હળવા કરવા પડી શકે છે. કારણ કે નવી કંપનીઓ ઝડપથી ઓછા દસ્તાવેજ સાથે ખાતા ખોલવાની શરૃઆત કરી શકે છે. તેમના નેટવર્કને ફેલાવવા માટે આગળ વધી શકે છે.

પ્રવર્તમાન બેંકોને લો કોસ્ટ બેઝિક પર ખાતાની ઓફર કરવી પડશે. જે સામાન્ય લોકોના હિતમાં રહેશે. પેમેન્ટ બેક મોટા ભાગે મોબાઇલ અને એટીએમ ઇન્ફ્રાસ્ટચર પર આધારિત રહેશે. આવનાર દિવસોમાં અન્ય પેમેન્ટ બેંકને પણ મંજૂરી આપવામાં આવી શકે છે. જેથી સામાન્ય લોકોના હિતમાં કેટલાક જટિલ કામ થઇ જશે. બેંકોની ચર્ચા હવે વધુ તીવ્ર બની શકે છે. પેમેન્ટ બેંકને લઈને જોરદાર ચર્ચા શરૃ થઈ છે.

આરબીઆઈ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેના ભાગરૃપે એક લાખ રૃપિયાની મહત્તમ રકમ આ લોકો જમા કરી શકશે. તેમના દ્વારા ઉભી કરવામાં આવેલી થાપણોને સરકારી બોન્ડમાં જ રોકી શકાશે. અન્ય બેંક સાથેના ખાતામાં મહત્તમ ૨૫ ટકા રકમ જ રોકી શકાશે.  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આરઆઈએલની બેંકમાં ૩૦ ટકા હિસ્સો મેળવે તેવી શક્યતા છે. જ્યારે એરટેલ કોટક બેંકનો ટેકો ધરાવે છે.

You might also like