રિયો ઓલમ્પિક પર આતંકી હુમલાનો ભય

રિઓ ડિ જનેરિયો: ચોરી-લૂંટફાટ, દર્શકોની હિંસા, તેમજ આતંકી હુમલા જેવી કેટલીક ભયાનક શક્યતાઓને જોતા એક વર્ષ અગાઉ જ 2016 ઓલિમ્પિક રમતના પ્રમુખોનું ઊંઘ હરામ થઇ ગઇ છે. આ રમતમાં 10 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. તે સિવાય આ મેચ નિહાળવા આવનાર દર્શકોની સુરક્ષાને લઇને રિઓના અધિકારીઓનું કહેવું છે કે તેઓ આ અંગે કોઇ જોખમ ખેડવા માગતા નથી. તેઓએ જણાવ્યું હતું કે રિઓ ઓલમ્પિકની સુરક્ષામાં 85 હજાર સુરક્ષાકર્મચારીઓ તૈનાત રહેશે જે 2012 લંડન ઓલમ્પિકમાં રહેલ 40 હજાર સૈનિકો કરતા બે ગણા વધારે હશે.બ્રાઝિલ હિંસા માટે બદનામ છે. અહીં દર વર્ષે લગભગ 52 હજાર લોકોની હત્યા થાય છે તેમાં રિઓમાં પ્રત્યેક દિવસ અંદાજે ત્રણ લોકોની હત્યા થાય છે. જો કે બ્રાઝિલે ગત થોડા વર્ષોમાં અહીં ઘણા મોટા ઇવેન્ટનું આયોજન કર્યું છે. જેમાં 2012માં યૂએન રિયો પર્યાવરણ સંમેલનનો સમાવેશ થાય છે જેમાં 191 લોકોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તે સિવાય પોપ ફ્રાંસિસનો પ્રવાસ, કમ્ફેડરેશન કપ અને 2014 ફીફા વર્લ્ડકપનું આયોજન પણ હાથ ધરેલ છે. બ્રાઝિલના સુરક્ષા અધિકારીઓનું કહેવા પ્રમાણે તેઓ રિઓનું હવાઇક્ષેત્ર કોઇપણ સમયે બંધ કરવા તૈયાર છે. તે સિવાય ઓલિમ્પિકની રમત દરમિયાન ડ્રોન પર પ્રતિબંધ મુકવામાં આવશે.
 

You might also like