રાહુલ અને કોંગ્રેસમા હિમ્મત હોય તો મને જેલ ભેગી કરે : સ્મૃતિ

અમેઠી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં સંસદીય વિસ્તાર અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રવિવારે કહ્યું કે કોંગ્રેસ તેનો જેટલો વિરોધ કરશે તેટલી તેની સક્રિયતા વધતી જશે. ઇરાનીએ કહ્યું કે અમેઠીનાં લોકોએ મને દીદી તરીકે સ્વિકારી છે. અહી મને બોલતી કોઇ ન અટકાવી શકે.અમેઠી આવી છું તો અમેઠી જીતીને દેખાડીશ. અહી વિજય પતાકા ફરકાવીને જઇશ. કોંગ્રેસ જેટલો વિરોધ કરશે મારી સક્રિયતા તેટલી વધતી જશે. 

ઇરાનીએ કહ્યું કે અમુક લોકો મારી અમેઠીની મુલાકાતથી વિચલિત થઇને કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકીઓ આપે છે. જો કે ઇરાનીએ કહ્યું કે તે હંમેશા અમેઠી માટે અવાજ ઉઠાવશે. જો રાહુલ અને તેની પાર્ટીમાં દમ હોય તો મને જેલમાં મોકલી આપે. 

સ્મૃતિએ અમેઠીનાં ગુંગવાજ ગામમાં શિવદુલારી મહિલા કોલેજ કેમ્પસમાં વૃક્ષરોપણી કાર્યક્રમમાં સભા સંબોધિ હતી. તેમણે કહ્યું કે શનિવારે સાંજે મારા દિલ્હી ખાતેનાં મકાને એક વકીલ સાહેબ આવ્યા હતા. તે સમયે હું એક બેઠકમાં વ્યસ્ત હતી. તેઓ એક નોટિસ આપી ગયા હતા જેમાં લખ્યું હતું કે જો અમેઠી જઇને તમે રાહુલ કે નેહરૂ ગાંધી પરિવાર વિરુદ્ધ કોઇ ટીપ્પણી કરશો તો તમારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

ગત્ત લોકસભા ચૂંટણીમાં રાહુલને ટક્કર આપનાર સ્મૃતિએ કહ્યું કે જો કોંગ્રેસ અથવા રાહુલ આ દેશની નારીને અબલા સમજતા હોય તો ભુલી જાય.હવે હું તે લોકોથી ડરવાની નથી. હવે અમેઠીમાં દુધનું દુધ અને પાણીનું પાણી થશે. હું અમેઠીમાંથી અવાજ ઉઠાવીશ. જો કોંગ્રેસ અને રાહુલમાં દમ હોય તો મને જેલનાં સળીયા પાછળ ધકેલી દેય. 

You might also like