રાશિભવિષ્યઃ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ,લ,ઈ) : વિચારોની વિશાળતા અને વાણીનો જાદુ આજે અન્યને પ્રભાવિત અને મંત્રમુગ્ધ કરશે. લોકો સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. બૌદ્ધિક ચર્ચા કે વાદવિવાદમાં સફળતા મળશે. વાચન-લેખનમાં અભિરુચિ વધશે. પત્ની તરફથી કોઈ દુખદ પ્રસંગ સર્જાય.

વૃષભ (બ,વ,ઉ) : સખત મહેનતના જોરે તમારા આત્મબળમાં વધારો થાય. આર્થિક અને વ્યાવસાયિક રીતે આજનો દિવસ લાભદાયી હોવાની શક્યતા છે. આર્થિક લાભ મળશે. લાંબાગાળાનું નાણાકીય આયોજન પણ કરી શકશો. શરીર અને મનથી સ્વસ્થ રહેશો.

મિથુન (ક,છ,ઘ) : નાનો-મોટો પ્રવાસ સર્જાય. કાર્યસફળતા અને નવા કામના શુભારંભ માટે આજનો દિવસ સારો રહેશે. મિત્રો તેમજ સ્‍વજનો સાથેની મુલાકાતથી આપ ખુશખુશાલ રહેશો. નાની મુસાફરીનો યોગ છે, ભાઇભાંડુઓથી સુમેળ રહે.

કર્ક (ડ,હ) :  વૈચારિક સમૃદ્ધિ અને વાણીની મોહકતાથી આપ લાભ અને સુમેળભર્યા સંબંધો વિકસાવી આપનું કામ કઢાવી શકશો. વ્યવસાયની દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી નીવડે.

સિંહ (મ,ટ) :  અગત્‍યના નિર્ણયો લેવામાં આપ દ્વિધા અનુભવશો. માતા અને સ્‍ત્રીઓ સંબંધી બાબતમાં વધારે સંવેદનશીલ બનશો. વિચારોની ભરમારથી માનસિક થાક અનુભવાય. કોર્ટ-કચેરીના ચક્કરથી બચવું.

કન્યા (પ,ઠ,ણ) : આપણાં વાણી અને વર્તનને સંયમમાં રાખવાં ૫ડશે. અન્ય વ્યક્તિઓ કે કુટુંબીજનો સાથે ઉગ્ર બોલાચાલી થવાનો સંભવ છે. ૫રો૫કારનો બદલો અ૫કારથી મળે તેવું બને. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધશે.

તુલા (ર,ત) :  દૂર વસતાં સ્નેહીજન તેમજ મિત્રો સાથેના સંદેશાવ્યવહારથી આપને લાભ થાય. ૫રિવારમાં સુખશાંતિ રહે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. આપની વાક૫ટૂતાથી કોઇના મનને જીતી શકો.

વૃશ્ચિક (ન,ય) : કાર્યસફળતાનો દિવસ છે. નવા કામની શરૂઆત કરી શકો. વેપારીઓ તેમના બિઝનેસનું આયોજન અને વિસ્તરણ સારી રીતે કરી શકશે. નોકરીમાં ઉ૫રીઓ આપની બઢતી માટે વિચારશે.

ધન (ભ,ધ,ફ) : આ૫ ગૃહસ્થજીવનમાં સુખ અને સંતોષની અનુભૂતિ કરશો. પત્ની તથા પુત્ર તરફથી શુભ સમાચાર મળે. માંગલિક કાર્ય થાય. લગ્ન માટેના સંયોગો સર્જાય.  ઓફિસમાં કે ધંધાના સ્થળે કોઈ સાથે ઝઘડો થાય.

મકર (ખ,જ) : અનૈતિક અને નિષેધાત્મક કાર્યો તથા નકારાત્મક વિચારોથી દૂર રહેવા તથા વધુ ૫ડતા વિચારો અને ક્રોધ આપની માનસિક સ્વસ્થતામાં ખલેલ ૫હોંચાડશે. આરોગ્ય બગડે. આ દિવસ દરમિયાન તમે કોઈ સાથે લડી ન પડો તે બાબતનો ખ્યાલ રાખવો.  અકસ્માતનો યોગ છે.

કુંભ (ગ,શ,સ) : આજે વેપારીઓ માટે ખૂબ ઊજળી તકો છે. લગ્ન માટેના સંયોગો સર્જાય. વ્‍યવસાયમાં ભાગીદારી કરવા માટે પણ શુભ સમય છે. સાહિત્‍ય સર્જકો, કલાકારો અને કસબીઓ પોતાની સર્જનાત્‍મકતા નિખારી શકશે.

મીન (દ,ચ,ઝ,થ) : બૌદ્ધિક કાર્યો અને વ્‍યવસાયમાં આપ નવી શૈલી અ૫નાવશો. સાહિત્‍ય લેખનની પ્રવૃત્તિને વેગ મળશે. શરીરમાં બેચેની અને થાકનો અનુભવ કરશો. સંતાનોની સમસ્‍યા મૂંઝવશે.

 

You might also like