રામજન્મભૂમિ કેસમાંથી સુપ્રીમના બે જજ હટી ગયા

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામજન્મભૂમિ પર સુવિધા વધારવાની દાદ માગતી અરજી પર સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની બેન્ચના બે જજ આ કેસમાંથી હટી ગયા છે. જ‌િસ્ટસ અ‌િનલ આર. દવે અને જ‌િસ્ટસ આદર્શ ગોયલ આ કેસમાંથી દૂર થઇ ગયા છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટની આ બેન્ચની અધ્યક્ષતા જસ્ટિસ દવે જ કરી રહ્યા હતા. હવે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બીજા જજના નામ પર નિર્ણય કરશે. આ કેસની સુનાવણી ૧૬ ઓકટોબરે યોજાશે. જ‌િસ્ટસ દવે યુપી સરકારના વકીલ રહી ચૂક્યા છે. જ્યારે જ‌િસ્ટસ ગોયલ પણ એક પક્ષકાર વતી વકીલાત કરી ચૂકયા છે અને તેથી બંને જજે સ્વયંને આ કેસમાંથી અલગ કરી લીધા છે. 
You might also like